Apple સૌપ્રથમ વખત લોન્ચ કર્યા ડ્યૂઅલ સિમવાળા iPhone : જાણો કિંમત અને ફિચર્સ

136

Apple બુધવારે વાર્ષિક ઇવેન્ટમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ કરતા 3 iphone અને ECG ફિચર ધરાવતી વૉચ લોન્ચ કરી છે. Appleના CEO ટીમ કૂકે કહ્યું કે વિશ્વમાં અત્યાર સુધીમાં Appleના 2 અબજ IOS ડિવાઈઝ થઈ ગયા છે. આ ડિવાઈઝે લોકોની જીવન શૈલી બદલી નાંખી છે. કંપનીએ ત્રણ નવા ફોન- XS MAXમાં ડ્યુઅલ સીમ હશે. XR ફોનમાંથી હોમ બટન દૂર કરાયું છે. આ તમામ 3 iPhone 28 સપ્ટેમ્બરથી ભારત સહિત 21 દેશોમાં મળવા લાગશે. આ તમામ ફોનની કિંમત 749 ડોલરથી 1099 ડોલર એટલે કે 54 હજારથી લઈ 80 હજાર સુધીની છે.

1હાર્ટ રેટની સાથે ECG ફિચર ધરાવતી વૉચ લોન્ચ:

નવી Appel વૉચ પરેહનારા લોકોના મૉશનને પણ ડિટેક્ટ કરશે. ઇમરજન્સી અથવા તો દુર્ઘટના સમયે તમારા નજીકના લોકોને SOS મેસેજ આપશે. સીરિઝ-3ની સરખામણીએ 35% મોટું ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે અને તેની પરફૉર્મન્સ બમણી કરવામાં આવી છે. Appleની નવી વૉચ હાર્ટ બિટ માપવાની સાથે ECG ફિચર પણ આ વૉચમાં હશે જે 30 સેકન્ડમાં ECG લઈ શકશે.14 સપ્ટેમ્બરથી આ વૉચ ઉપલબ્ધ થશે. જો કે ભારતમાં આ વૉચ હમણા મળશે નહીં.

2વર્લ્ડનો નંબર 1 સ્માર્ટફોન iPhone:

CEOએ જણાવ્યુ કે, iPhone વર્લ્ડનો નંબર 1 સ્માર્ટફોન છે, તેનો કસ્ટમરસ સ્ટેસફેક્શન 98% છે.

3iPhone Xs અને iPhone Xs Maxની ડિસ્પ્લે અને પરફોર્મન્સ અને કેમેરા:

 • ગત વર્ષે લોન્ચ કરેલા iPhone Xના અપગ્રેડ વર્ઝન તરીકે નવો iPhone Xs (10એસ) લોન્ચ કરવામાં આવ્યો.
 • નવો iPhone Xs 5.8 ઇંચની OLED સુપર રેટિના ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે iPhone Xs Max 6.5 ઇંચની સુપર રેટિના OLED ડિસ્પ્લે ધરાવે છે.
 • iPhone Xs અને iPhone Xs Max વચ્ચે માત્ર સ્ક્રીન સાઇઝનો જ ફરક છે. અન્ય તમામ ફિચર્સ સરખા છે.
 • નવા iPhone Xs અને iPhone Xs Maxમાં સ્ટીરિયો સાઉન્ડ મળશે. તે સિવાય Appleના ટ્રેડમાર્ક ફેસઆઇડીને વધુ સિક્યોર બનાવવાનો કંપનીએ દાવો કર્યો છે.
 • ત્રણેય નવા સ્માર્ટફોન એપલની અત્યંત પાવરફુલ A12 Bionic ચિપ અને લેટેસ્ટ iOS 12 સાથે આવશે. કંપનીના દાવા અનુસાર, આ ચિપ અગાઉ કરતાં 50 ઘણી ફાસ્ટ છે અને 40 ટકા ઓછો પાવર યૂઝ કરે છે. નવા આઇફોનમાં આપેલ ન્યૂરલ એન્જિન (Neural Engine) મશીન લર્નિંગને વધુ સારી બનાવશે.
 • iPhone Xs અને iPhone Xs Maxમાં 12+12 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા અને 7 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા સેટઅપ છે.
 • આ કેમેરા સ્માર્ટ HDR ફીચર ધરાવે છે. આ ફીચરને કારણે મૂવિંગ ઓબ્જેક્ટનો પણ બેસ્ટ ફોટો ક્લિક કરવો પોસિબલ બનશે. તે સિવાય એપલે પોતાના ટ્રેડમાર્ક પોટ્રેટ મોડ અને પોટ્રેટ લાઇટિંગને અપગ્રેડ કર્યા છે.
 • 12 મેગાપિક્સલના ડ્યુઅલ કેમેરા ડેપ્થ કંટ્રોલ ધરાવે છે, જેને કારણે તમે ફોટોમાં ઇચ્છો તેવું બ્લર (બોકેહ) ઇફેક્ટ આપી શકશો.

4હોમ બટન વગર હશે iphone XR:

Appleનો ત્રીજો નવો ફોન iPhone XR છે, જેની ડિસ્પ્લે 6.1 ઇંચની છે, આ ફોન ડસ્ટ અને લિક્વિડથી સુરક્ષિત હશે. iPhone XR માં હોમ બટન નહી હોય, જેને ચલાવવા માટે હેપ્ટિક ટચ નામનું નવું ફિચર આપવામાં આવ્યુ છે. iPhone XR માં સિંગલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે . iPhone XR એન્ડવાન્સ Bokeh ટેક્નોલોજીની સાથે 12MPનો સિંગલ કેમેરા હશે. જ્યારે બેટરી લાઇફ iPhone XRની 1.5 કલાક વધારે હશે.

5ડ્યુઅલ સિમ સપોર્ટ:

 • iPhone Xs અને iPhone Xs Max ડ્યુઅલ સિમ સપોર્ટ કરશે. જો કે, બંને સ્માર્ટફોનમાં ભારતમાં હાલમાં મળે છે તેવા ડ્યુઅલ સિમ સ્લોટ નહીં હોય.
 • સ્માર્ટફોનમાં એક સિમ સ્લોટ હશે પરંતુ બીજો નંબર યૂઝ કરવા માટે eSIM યૂઝ કરી શકાશે. ઇસિમ યૂઝ કરવા માટે તમારે કેમેરો ઓપન કરી જે-તે ટેલિકોમ કંપનીનો QR કોડ સ્કેન કરવાનો રહેશે.
 • ભારતમાં હજી ઇસિમનું ચલણ શરૂ નથી થયું પરંતુ એપલની જાહેરાત અનુસાર એરટેલ, વોડાફોન અને જિયો ભારતમાં eSIM સર્વિસ ટૂંક જ સમયમાં શરૂ કરી શકે છે.
 • 6iPhone XR , iPhone Xs અને iPhone Xs Maxની કિંમતો:

  iPhone XR , iPhone Xs અને iPhone Xs Maxના 64 GB, 256 GB અને 512 GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. iPhone XR, iPhone Xs અને iPhone Xs Maxને સિલ્વર, સ્પેસ ગ્રે અને નવા ગોલ્ડ ફિનિશ સાથે ખરીદી શકાશે.iPhone XRની કિંમત 749 ડૉલર (અંદાજે 54000 રૂપિયા) iPhone Xsની કિંમત 999 ડોલર (અંદાજે 71783 રૂપિયા)થી શરૂ થાય છે. જ્યારે મોટી સ્ક્રીનવાળા iPhone Xs Maxની કિંમત 1049 ડોલર (અંદાજે 75375 રૂપિયા)થી શરૂ થશે. અમેરિકામાં ફોનનું પ્રી-બુકિંગ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે અને શિપિંગ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.