શાઓમીના Mi TVને ટક્કર આપવા જર્મન કંપનીએ લોન્ચ કર્યા 8 LED TV : જાણો વધુ

92
Loading...

શાઓમીએ થોડા મહિના અગાઉ પોતાની Mi TV રેન્જ લોન્ચ કરી હતી. તેને ટક્કર આપવા માટે જર્મનીની Blaupunkt કંપનીએ એલઇડી ટીવીની ખાસ રેન્જ લોન્ચ કરી છે. કંપનીએ આ ટીવીમાં 4K અલ્ટ્રા એચડી પ્રીમિયમ, સ્માર્ટ સાઉન્ડ અને ફેમિલી સીરિઝ લોન્ચ કરી છે. આ ટીવીની કિંમત 12999 રૂપિયાથી શરૂ થાય છે. ટીવીના કુલ 8 મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. તમામ LED ડિસ્પ્લે, ક્વૉડ-કોર પ્રોસેસર અને 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલ સાથે આવે છે. ફ્લિપકાર્ટ પર 18 સપ્ટેમ્બરથી આ ટીવીનું વેચાણ શરૂ થઇ ગયું છે.

Blaupunkt LED ટીવીની કિંમત
– 32 ઇંચના BLA32AH410 Blaupunkt ફેમિલી સીરિઝ ટીવીની કિંમત 12,999 રૂપિયા
– 43 ઇંચના BLA43AF520 ફેમિલી સીરિઝ ટીવીની કિંમત 22,999 રૂપિયા
– 32 ઇંચના BLA32AS460 સ્માર્ટ સાઉન્ડ સીરિઝ ટીવીની કિંમત 16,999 રૂપિયા
– 43 ઇંચના BLA43AS570 સ્માર્ટ સાઉન્ડ સીરિઝ ટીવીની કિંમત 28,999 રૂપિયા
– 50 ઇંચના BLA50AS570 સ્માર્ટ સાઉન્ડ સીરિઝ ટીવીની કિંમત 34,999 રૂપિયા
– 43 ઇંચના BLA43AU680 4K UHD સીરિઝ ટીવીની કિંમત 30,999 રૂપિયા
– 49 ઇંચના BLA49AU680 4K UHD સીરિઝ ટીવીની કિંમત 40,999 રૂપિયા
– 55 ઇંચના BLA55AU680 4K UHD સીરિઝ ટીવીની કિંમત 47,999 રૂપિયા

આ રેન્જનું ફ્લેગશિપ મોડલ 55 ઇંચ 4K UHD LED ડિસ્પ્લે સાથે આવશે. તેમાં 60 W નો સાઉન્ડ બાર પણ આપવામાં આવ્યો છે. આ ભારતનું પહેલું વોઇસ એનેબલ્ડ એન્ડ્રોઇડ ઓપન સોર્સ ટીવી છે. 4K અલ્ટ્રા એચડી પ્રીમિયમ સીરિઝમાં કંપનીએ વોઇસ રિકગ્નિશન સ્માર્ટ રિમોટ આપ્યું છે. સાથે જ વાઇ-ફાઇ, મીરાકાસ્ટ અને RJ45 ઇથરનેટ સપોર્ટ પણ આપ્યો છે. તેમાં એઆઇ આધારિત UI અને પ્રીલોડેડ યુનિવર્સલ સર્ચ ફીચર પણ છે. આ ફીચરને ઇથરનેટ કનેક્શન દ્વારા યૂઝ કરી શકાય છે.

સ્માર્ટ સાઉન્ડ સીરિઝની વાત કરીએ તો તે એક્સ્ટ્રા સાઉન્ડબાર સાથે આવે છે. જેમાં 30+60W સાઉન્ડ આઉટપુર એનેબલ્ડ છે. આ સીરિઝ ફુલ એચડી અને એચડી રિઝોલ્યુશનના ઓપ્શન સાથે આવે છે. તેમાં વાઇ-ફાઇ, મીરાકાસ્ટિંગ અને 178 ડિગ્રી વ્યૂઇંગ એંગલનો સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં ત્રણ HDMI પોર્ટ્સ, બે USB અને એક RJ45 ઇથરનેટ જેવા કનેક્ટિવિટી ઓપ્શન્સ આપવામાં આવ્યા છે.

Mi TV 4ની કિંમત

Mi TV 4ના 55 ઇંચના ટીવીની કિંમત 44999 રૂપિયા છે. તેમાં 4K ડિસ્પ્લે છે. જ્યારે Mi TV 4A ના 32 ઇંચના એચડી મોડલની કિંમત 13999 રૂપિયા અને 43 ઇંચના ફુલ એચડી મોડલની કિંમત 22999 રૂપિયા છે.

XIAOMI MI નો 15 હજારના બજેટમાં ધમાકેદાર ફોન : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...