જેટલી બહારથી સ્ટાઇલિશ એટલી જ અંદરથી વૈભવી આ 7 સીટર કાર ભારતની સસ્તી કાર્સમાં સામેલ : જાણો વધુ

121
Loading...

ભારતમાં સસ્તી કાર વેચતી કંપની ડેટસન (Datsun) પોતાની GO અને GO+ના 2018ના મોડલને લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની આ બન્ને કાર્સને ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં લોન્ચ કરશે. જોકે ડેટ ફિક્સ કરવામાં આવી નતી. તમને જણાવી દઇએ કે, આ બન્નેના નવા મોડલને આ જ વર્ષે ઇન્ડોનેસિયામાં લોન્ચ કરવામાં આવ્યા છે. Datsun Go 5 સીટર અને Go+ 7 સીટર છે.

ભારતમાં હાલના મોડલની આટલી છે કિંમત
> Datsun GOની પ્રારંભિક કિંમત 3.38 લાખ રૂપિયા
> Datsun GO+ની પ્રારંભિક કિંમત 3.95 લાખ રૂપિયા

datsun

આવા હશે ફીચર્સ
કંપનીએ ભારતમાં લોન્ચ થનારા આ મોડલ્સના ફીચર્સ અંગે હજુ સુધી કોઇ માહિતી શેર કરી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઇન્ડોનેશિયામાં લોન્ચ થયેલા મોડલ્સ જેવા જ ફીચર્સ ભારતમાં આપવામાં આવશે. બન્ને કાર્સમાં આ ફીચર્સ કોમન રહેશે.

– ગ્રીલ, હેડલેમ્પ અને ફ્રન્ટ બમ્પર
– LED ડે ટાઇમ રનિંગ લેમ્પ્સ
– ટર્ન સિગ્નલ ORVM લાઇટ અને LED ટેલલેમ્પ્સ
– એલોય વ્હીલ્સ અને ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ
– ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ

1.2 લીટરનું એન્જિન
અહેવાલ પ્રમાણે કંપની બન્ને કારના એન્જિનમાં કોઇ ફેરફાર નહીં કરે. કારમાં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન હશે. જે 20 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે. તમને જણાવી દઇએ કે સ્વિફ્ટ, ડિઝાયર, બ્રેઝા, અર્ટિગા જેવી કાર્સમાં પણ આ જ પ્રકારનું એન્જિન આપવામાં આવે છે. ડેટ્સને બન્ને મોડલમાં 35 લિટરની ફ્યૂઅલ ટેન્ક આપી છે. કંપની અનુસાર હાલના મોડલની સર્વિસ માટે દર વર્ષે માત્ર 3 હજાર રૂપિયા ખર્ચ કરવા પડે છે.

datsun

રીમિક્સ એડિશનનું ઓપ્શન
Datsun ની આ બન્ને કાર્સનું રીમિક્સ એડિશનને પણ લોન્ચ કરવામાં આવી છે. આ કારમાં રિમોટ કી લેસ એન્ટ્રી, હેન્ડ્સ ફ્રી બ્લૂટૂથ ઓડિયો, સ્ટાઇલિશ ડ્યૂઅલ ટોન સીટ કવર, ઓલ બ્લેક ફ્રન્ટ ગ્રીલ, સ્ટાઇલિશ બ્લેક વ્હીલ કવર્સ, પિયાનો બ્લેક ઇન્ટિરિયર, રિયરમાં સ્પોર્ટી સ્પોઇલર, સ્ટાઇલિશ ક્રોમ એક્ઝોસ્ટ ફિનિશર અને ક્રોમ બમ્પર બેજલ આપવામાં આવે છે. આ ઉપરાંત કારમાં સ્પીડ સેન્સિટિવ ઇલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ, પાવરફુલ એસી, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને સેન્ટ્રલ લોકિંગ જેવા ફીચર્સ આપવામાં આવે છે.

batti gul meter chalu મૂવી રિવ્યૂ : શાહિદ કપૂર સ્ટારર સારા ઇરાદા સાથેની ફિલ્મ

તમને કદાચ ગમશે

Loading...