બંધ થઇ જશે Apple નો iPhone X, ખરીદતાં પહેલાં વાંચો આ સમાચાર!

165
Loading...

એપ્પલ આઇફોનના ખરીદદારો માટે ખરાબ સમાચાર છે.iPhone X 2018માં બંધ થઇ શકે છે. એવું અમે નહી પરંતુ એક એજન્સીએ દાવો કર્યો છે. જોકે એપ્પલે ગત વર્ષે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ પોતાનો નવો હેંડસેટ આઇફોન X લોંચ કર્યો હતો. એપ્પલનો આ ફોન બેસ્ટ-સેલિંગ ન રહ્યો. કારણ કે એપ્પલે તેનો લિમિટેડ સ્ટોક જ બનાવ્યો. પ્રોડક્શનામં મોડું થવાના લીધે શરૂઆતમાં તેનું વેચાણ ધીમું રહ્યું. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2018ના પ્રથમ ત્રિમાસિકમાં ફોનના 18 મિલિયન યૂનિટ્સ જ વેચશે.
iPhone X
આ છે મોટું કારણ

KGI સિક્યોરિટીના વિશ્લેષક Ming-Chi Kuo ના અનુસાર આઇફોન એક્સને નિરાશ કરનાર નંબરના લીધે એપ્પલ તેને બંધ કરી શકે છે. જોકે આઇફોન એક્સના ઓછા વેચાણનું સૌથી મોટું કારણ ચીન રહ્યું. ચીનના યૂજર્સને આઇફોન X ની ડિસ્પ્લે નાની લાગી. જોકે આઇફોન X માં 5.8 ઇંચની સ્ક્રીન છે, પરંતુ તેનો ઉપયોગ કરનાર એરિયા 5.5 થી ઓછો છે. જ્યારે જૂના આઇફોનમાં આ વધુ હતો. યૂજર્સને આઇફોનની સીરીઝ 10 ના મુકાબલે સીરીઝ 6 અને 7 વધુ સારી લાગી. એપ્પલને પણ આ સીરીઝનો સારો પ્રતિસાદ મળ્યો.

આવી અવીનવી માહિતી વાંચો અમારા પેઈજ Gujjutech પર .

www.gujjutech.in

તમને કદાચ ગમશે

Loading...