370…કાશ્મીરના મુદ્દે એકસાથે 4 નિર્ણયથી તમામ લોકો ચોંકી ગયા જાણો તે નિર્ણય કયા?

60
Loading...

પોતાના નિર્ણયોથી સતત ચોંકાવનાર નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીર મુદ્દે આજે તેમના નિર્ણયથી વિપક્ષી દળો સહિત લોકોને ચોંકાવ્યા છે.

કોઈને એ વાતનો ખ્યાલ નહોતો કે સરકાર કાશ્મીરના મુદ્દે એકસાથે ચાર નિર્ણય લેશે.

સરકારના આ નિર્ણય પહેલા એવું માનવામાં આવતું હતું કે કદાચ કાશ્મીરમાંથી આર્ટિકલ 35A હટાવવાનો નિર્ણય લેવામાં આવશે.

પરંતુ, ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરના મુદ્દે એકસાથે ચાર મોટા નિર્ણય લીધા.

ગૃહમંત્રી અમિત શાહે એકસાથે જે ચાર નિર્ણય લીધા તે આ મુજબ છે.

નિર્ણય નંબર 1

જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણના અનુચ્છેદ 370 (1) સિવાય તમામ ખંડોને હટાવવાનો અને રાજ્યનું વિભાજન કરવાનો પ્રસ્તાવ,

નિર્ણય નંબર 2

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત ક્ષેત્રોના રૂપમાં કરવાનો પ્રસ્તાવ,

નિર્ણય નંબર 3

જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત ક્ષેત્રની પોતાની વિધાનસભા વિશે પ્રસ્તાવ,

નિર્ણય નંબર 4

વિધાનસભા વિના લદ્દાખ કેન્દ્ર શાસિત ક્ષેત્રનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો.

સરકારના આજના નિર્ણયથી વિપક્ષ પણ ચોંકી ગયો છે.

કાશ્મીરમાં ચાલી રહેલી ગતિવિધિ દરમિયાન પીડીપી ચીફ મહબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સ નેતા ઉમર અબદુલ્લાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્યમાં કશું ‘મોટું’ પ્લાન કરી રહી છે.

પણ, તેઓને એ વાતનો અંદાજ પણ નહોતો કે જમ્મુ-કાશ્મીર રાજ્યનું વિભાજન થઈ જશે અને લદ્દાખ એક સ્વાયત્ત ક્ષેત્ર બની જશે.

રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે કાશ્મીરના મુદ્દે સરકાર એકસાથે ચાર નિર્ણય લેશે તેવું ક્યારેય કોઈએ વિચાર્યું નહીં હોય.

આ બિલ 57 પાનાંનું છે. એક-એક પાનાંનું બિલ પણ આવે છે. બે દિવસ અગાઉ તેની જાણકારી આપવામાં આવે છે અને ચર્ચા થાય છે.

અહીં એક રાજ્ય ખતમ કરવામાં આવી રહ્યું છે. 29માંથી એક રાજ્ય ખતમ કરીને 28 કરવામાં આવી રહ્યા છે.

અમિત શાહે રાજ્યસભામાં ઘોષણા કરી કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન વિધાનસભાની સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે કે જ્યાં દિલ્હી અને પોંડીચેરીની માફક વિધાનસભા હશે.

તેમણે કહ્યું કે નેતા ગુલામ નબી આઝાદ સ્વયં જમ્મુ-કાશ્મીરમાંથી આવે છે, તેમણે ચર્ચામાં ભાગ લઈને રાજ્યના લોકોની સમસ્યા બહાર લાવવી જોઈએ.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...