77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક અને 2.1 કરોડ પાસવર્ડ લીક : તમારું પણ નથી’ ને!

75
Loading...

2019નો આરંભ મોટા ડેટા લિકેજ સાથે થયો છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર ટ્રૉય હંટે દાવો કર્યો છે કે, દુનિયાભરમાં 77.3 કરોડ ઇ-મેલ એડ્રેસ અને 2.1 કરોડ પાસવર્ડ હેક થયા છે. ટ્રૉય હંટે આ વાતની જાણકારી પોતાની વેબસાઇટ દ્વારા કરી હતી. ટ્રૉયે પોતાની વેબસાઇટ પર એક બ્લૉગમાં આ વાતની માહિતી આપી હતી. 

‘ટ્રોય હન્ટ’ દ્વારા આને ” Collection #1 ” એવું નામ આપવામાં આવ્યું છે. ‘ troyhunt.com ‘ અનુસાર આ એક ઇમેલ આઈડી અને પાસવર્ડ નો સેટ છે ,જેમાં કુલ 2,692, 818, 238 છે. તેમના મતે તેને હજારો સોર્સેસ અને ડેટા લિંક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

ટ્રોય અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહમાં કેટલાક લોકો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોપ્યુલર કલાઉડ સર્વિસ MEGA ની એક મોટી ફાઈલ કલેક્શન અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં લગભગ 12,000થી વધુ અલગ-અલગ ફાઈલો મોજુદ હતી. આ ફાઈલો ની સાઈઝ 87GB થી પણ વધુ છે. આ લોકોએ વધુમાં જણાવ્યું હતું કે તેમના એક પરિચિતે પોપ્યુલર હેકિંગ ફોરમ અંગે જણાવ્યું હતું ,જ્યાં આ ડેટા સોશ્યલાઇઝ્ડ દૃષ્ટિએ આ ઇમેજ સાથે હતો.

તેમણે આગળ જણાવ્યું હતું કે, તેમનો ખુદનો પર્સનલ ડેટા પણ તેમાં શામેલ છે અને સાચો પણ છે. જે ઇમેઇલ આઈડી અને પાસવર્ડ તેઓ વર્ષો પહેલા ઉપયોગમાં લેતા હતા તે પણ તેમાં મોજુદ છે.

આ રીતે જાણો, તમારો ડેટા હેક થયો છે કે નહિ ?

ટ્રોય દ્વારા લોકોને જણાવાયું છે કે તમારું ઇમેઇલ અને પાસવર્ડ હેક થયા છે કે નહિ તે અંગે જાણકરી મેળવવા માટે તમે તમારા ડાટાબેઝને https://haveibeenpwned.com સાથે જોડી દો. અહીં જઈને તમારું ઇમેઇલ ડાઈલોગ બોક્સમાં મુકો, જો તમને ‘ગુડ ન્યૂઝ’ એવો જવાબ મળે તો જાણવું કે તમારું આઈડી હેક થયું નથી. પરંતુ જો ‘ ‘Oh no-Pwned’ લખાઈને આવે તો સમજવું કે તમારું આઈડી હેક થઇ ગયું છે. માટે જલ્દીથી પાસવર્ડ બદલી દેવો.

જો ‘ટ્રોય હન્ટ’ દ્વારા આપવામાં આવેલી આ જાણકરી સાચી હોય તો માનવું કે આ ડેટાલિક આ વર્ષનો સૌથી મોટી ડેટાલિકની ઘટના હશે. આ પૂર્વે 2013માં આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યાં લગભગ 300 લોકોનો ડેટા ચોરી થયો હતો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો


તમને કદાચ ગમશે

Loading...