અખાત્રીજઃ સોળ વર્ષે બની રહ્યો છે આવો શુભ સંયોગ, સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત જાણો

189
Loading...

પવિત્ર દિવસ છે અખાત્રીજઃ

સાતમી મેના રોજ અખાત્રીજ છે. વૈશાખ મહિનાની અક્ષય તૃતિયાને ખૂબ જ શુભ દિવસ માવામાં આવે છે. આ દિવસને સર્વસિદ્ધ મુહૂર્ત માનવામાં આવે છે.

જે રીતે ધનતેરસને શુભ મનાય છે એ રીતે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અખાત્રીજનું વિશેષ મહત્વ છે.

આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે વિશેષ સમય કે મુહૂર્ત જોવાની જરૂર નથી.

આ વર્ષે બની રહ્યો છે શુભ સંયોગઃ

આ વખતે અખાત્રીજે એક દાયકા પછી ખૂબ જ સુંદર, શુભ અને અદભૂત યોગ બનવા જઈ રહ્યો છે. આ વખતે અખાત્રીજે ચાર મોટા ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજે સૌથી મોટા ચાર ગ્રહ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ ઉચ્ચ રાશિમાં ઉપસ્થિત હશે.

આ દુર્લભ યોગ છે અને તેને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ અગાઉ અખાત્રીજે આવો યોગ 2003માં બન્યો હતો.

અખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્તઃ

હિન્દુ માન્યતા અનુસાર અખાત્રીજે જે શુભ કામ કે ખરીદી કરાય તેનો ક્ષય નથી થતો. એટલે જ આ દિવસે સોનુ ખરીદવાનું મહત્વ છે.

એવી માન્યતા છે કે જે વ્યક્તિ આ દિવસે શુભ મુહૂર્તમાં સોનુ ખરીદી ઘરે લાવે છે તેના ઘરે લક્ષ્મીજીનો વાસ થાય છે.

આ અખાત્રીજે સોનુ ખરીદવાનું શુભ મુહૂર્ત સવારે 6 વાગી 26 મિનિટથી શરૂ થઈ રાત્રે 11 વાગી 47 મિનિટ છે.

પૂજા માટેનું મુહૂર્ત સવારે 5.40થી બપોરે 1247 સુધી છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...