અંબાજીમાં તૈયાર થવા જઈ રહ્યો છે ભારતનો પ્રથમ કાચનો પુલ સ્કાય વોક, MoU થઈ ગયાં

144
Loading...


વિદેશોમાં રોમાંચક વિઝિટનો અનુભવ કરાવતાં સ્કાય વોકની તસવીરો આપણે ઘણીવાર જોઇ છે.આવું દ્રશ્ય ગુજરાતના અંબાજીમાં તાદ્રશ્ય થાય તેનો તખ્તો મંડાઈ ગયો છે. ખબર મળી રહ્યાં છે કે યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર રોમાંચક અને સાહસિકતાનો અનુભવ આપતો ‘સ્કાય વોક’ની મજા માણી શકાશે.

વિશ્વપ્રસિદ્ધ એવા યાત્રાધામ અંબાજી પાસે જે ગબ્બર પર્વત પર 51 શક્તિપીઠના નિર્માણ થયું છે તેના પછી આપણા ભારત દેશમાં હવે એક નવું જ આયોજન થઇ રહ્યું છે અને એ છે કે ત્યાં સૌ પ્રથમ ગબ્બર પર્વતની ફરતે સ્કાય વોક બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. અને આ કાર્ય માટે ગબ્બર પહાડ પર જે રોપ વેનું સંચાલન કરે છે એ ઉષા બ્રેકો કંપની જોડે એમઓયુ પણ થઇ ચુક્યા છે.

એ વાત આ ગબ્બર પર્વત સાથે જોડાયેલી છે કે ગબ્બર પર્વત હજારો વર્ષ જુનો છે તેવી માન્યતા છે અને છેલ્લા 300 વર્ષથી અહીં અખંડ જ્યોતના દર્શન કરવા માટે લાખો ભક્તો અંબાજી આવે છે. અને ત્યાં રોપ-વેની સગવડ પણ રહેલી છે.

અને હવે અહીંયા ગબ્બરની પ્રદક્ષિણા એકદમ રોમાંચથી ભરપૂર બને એ હેતુથી કાચનું પ્લેટફોર્મ બનાવવામાં આવવાનું છે. પહેલા 70 કરોડનો ખર્ચ કરીને ગબ્બર પહાડની ફરતે 51 શક્તિપીઠો ઊભા કરવામાં આવ્યા હતા અને હવે જયારે કાચના પ્લેટફોર્મની વાત જાણીને શ્રદ્ધાળુઓ ખુબ જ રોમાંચ થઈ રહ્યું છે.

દેશની મુખ્ય શક્તિપીઠમાં એક ગણાતા અંબાજીમાં દર્શન માટે ભાદરવી પૂનમ, નવરાત્રિ અને અન્ય તહેવારો સહિત વર્ષભર લાખો દર્શનાર્થીઓ આવતાં હોય છે. અંબાજી મંદિરના દર્શન કરીને ડુંગર ઉપર ગબ્બરની મુલાકાત પણ લેતા હોય છે.

તે ગબ્બરના પહાડ ઉપર બહારની બાજુએ એક સાઇડથી બીજી સાઇડ સુધી મજબૂત કાચ ઉપર ચાલીને જઇ શકાય અને બીજી તરફ પહાડીઓ-ખીણ નિહાળી શકે તે રીતે આઉટડોર સ્કાય વોક’ બનાવવામાં આવશે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ કિરીટ અધ્વર્યુએ આ અંગે પહેલાં માહિતી આપી હતી કે ઉષા બ્રેકો કંપની સાથે સ્કાય વોક બનાવવા એમઓયુ કરવામાં આવશે.

આ પણ વાંચો : કરોડો દિલોની ધડકન, બોલીવુડની આ હિરોઈનો જે લગ્નની ઉંમર પછી પણ હજુ સુધી છે કુંવારી….

ચીનમાં ધ ઝેનજિયાંજી ગ્રાંડ કેનયોન ગ્લાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેની ગણના વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા બ્રિજ તરીકે થઇ છે.

આ બ્રિજ ચીનનાં ઝેનજિયાંજી શહેરનાં વુલિંગયુઆન વિસ્તારના પહાડો પર બનાવવામાં આવ્યો છે. આ બ્રિજની એક ખાસ વાત એ છે કે કે તે જમીનથી 300 મીટર ઉંચાઇએ આવેલો છે , 430 મીટર લાંબો અને 6 મીટર પહોળો બનાવ્યો છે.

આ કાચના ફ્લોરિંગવાળા બ્રિજની ક્ષમતા એક સાથે 800 માણસોને અને એક દિવસમાં 8000 માણસોને વહન કરવાની છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...