ઇલેકશન ૨૦૧૯ : કેવી રીતે થાય છે EVMની સુરક્ષા? જાણો, કેવી હોય છે સમગ્ર વ્યવસ્થા

72
Loading...

સીલબંધ બોક્સમાં હોય છે EVM :

વિપક્ષો ઈવીએમની સુરક્ષાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

જોકે, ઈવીએમની સુરક્ષાની વાત કરીએ તો તેના પર કોઈ શક કરી શકાય તેમ નથી.

કોઈ પણ પોલિંગ બુથ પર વોટિંગ બાદ ઈવએમને એક સીલબંધ બોક્સમાં રખાય છે, અને સુરક્ષા સાથે તેને સ્ટ્રોંગરુમમાં મૂકી દેવાય છે. આ રુમ સંપૂર્ણ રીતે સીલ હોય છે.

દરવાજા-બારી બધું લોક

સ્ટ્રોંગરુમના દરવાજા તો સીલ કરી જ દેવાય છે, તેની સાથે જો તેમાં કોઈ બારી હોય તો તેને પણ સીલ કરી દેવાય છે.

સ્ટ્રોંગ રુમમાં રહેલા ઈવીએમની સુરક્ષા કઈ રીતે થાય છે તેની માહિતી પણ રસપ્રદ છે.

સ્ટ્રોંગરુમનો મતલબ એવો રુમ થાય છે કે જે સંપૂર્ણપણે સીલ હોય, અને તેની અંદર કોઈ પણ બિનસત્તાવાર વ્યક્તિ પ્રવેશી ન શકે.

વોટિંગ બાદ ઈવીએમ મશીનો આ જ રુમમાં રખાય છે.

કેન્દ્રિય દળો હોય છે તૈનાત

દેશભરમાં આવેલા સ્ટ્રોંગરુમમાં ઈવીએમની સુરક્ષા ચૂંટણી પંચ ત્રણ સ્તરો પર કરે છે. સ્ટ્રોંગરુમ કેન્દ્રિય અર્ધસૈન્ય દળોના જવાનોની સુરક્ષામાં હોય છે.

તેની અંદર પણ જવાનોની હાજરી હોય છે. રુમની અંદર કેન્દ્રિય દળો તૈનાત હોય છે, જ્યારે બહારની સુરક્ષા વ્યવસ્થા સ્થાનિક પોલીસના હાથમાં હોય છે.

તેની જવાબદારી જે-તે જિલ્લાના કલેક્ટર અને પોલીસ વડાના હાથમાં હોય છે. સ્ટ્રોંગરુમ સીલ કરાય ત્યારે રાજકીય પક્ષોના પ્રતિનિધિ પણ મોજૂદ રહે છે.

તેમને પણ પોતાના તરફથી સીલ લગાવવાનો હક્ક હોય છે.

ઉમેદવારોના ટેકેદારો પણ કરે છે પહેરો

સ્ટ્રોંગરુમની બહાર સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાયેલા હોય છે. આ ઉપરાંત, સુરક્ષા દળો સાથે એક લોગ બુક હોય છે, જેમાં આવતા-જતા તમામ લોકોની માહિતી રખાય છે.

એટલું જ નહીં, ચૂંટણી લડનારા ઉમેદવારોના ટેકેદારો પણ સ્ટ્રોંગરુમની બહાર દિવસ-રાત પહેરો ભરતા હોય છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...