ઓડિશામાં FANIથી ભારે વિનાશ: જુવો ફોટો અને વિડિઓ

97
Loading...

ફાની ચક્રવાત

ઓડિશામાં આવેલા ચક્રવાત ‘ફોની’એ ઘણી તબાહી મચાવી છે. પુરીમાં જૂની ઈમારતો, કાચા ઘરો, અસ્થાયી દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે.

અહીં હજુ સુધી કોઈના મોતની પુષ્ટિ થઈ નથી અને લગભગ 160 લોકો ઘાયલ થયા છે. વિજળી અને ટેલિફોન સેવા સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે.

તો ભુવનેશ્વર એરપોર્ટ તથા એમ્સમાં ઘણું નુકસાન થયું છે.

તોફાનને કારણે એમ્સ ભુવનેશ્વરમાં એક ઈમારતની છતનો એક ભાગ તૂટી ગયો.

પરંતુ, બધા વિદ્યાર્થીઓ, સ્ટાફ અને દર્દીઓ સુરક્ષિત હોવાનું જણાવાઈ રહ્યું છે.

‘ફોની’ને કારણે ભુવનેશ્વરમાં એમ્સ પીજી 2019 પરીક્ષા રદ કરી દેવાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા જણાવ્યું કે, સ્થિતિ સામાન્ય થવા પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.

આ પરીક્ષા 5 મે રવિવારે યોજાવાની હતી. એનડીઆરએફ અને રાજ્યનું સુરક્ષા દળ રાહત કાર્ય અને રસ્તાઓને સાફ કરવામાં કામે લાગેલી છે.

તો બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટને પણ તોફાનને કારણે ઘણું નુકસાન થયું છે.

A destroyed fuel filing station by cyclone Fani after its landfall is seen on the outskirts of Puri, in the Indian state of Odisha, Friday, May 3, 2019. Extremely severe cyclonic storm Fani made landfall in Eastern Indian state of Odisha coast, triggering heavy rainfall coupled with high velocity winds with gale-force winds of up to 200 kilometers (124 miles) per hour. (AP Photo)

ઉલ્લેખનીય છે કે, FANI વાવાઝોડાંને કારણે ભારે વરસાદ અને લગભગ 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાતા ઓડિશામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ભયાનક વાવાઝોડાંને કારણે ઠેકઠેકાણે વૃક્ષો ઉખડી ગયા છે, ઝૂંપડાં તબાર થઈ ગયા છે અને પુરી શહેરના અનેક વિસ્તારો ભારે વરસાદ બાદ પાણીમાં ડૂબી ગયા છે.

આ કુદરતી કહેરના કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે 12 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યાં છે.

હાલ મળી રહેલી વિગતો અનુસાર, હવે વાવાઝોડાંની ઝડપ હવે ધીમે પડવા લાગી છે. જોકે, નુક્સાનનું હજુ સુધી આકલન થઈ શક્યું નથી.

ત્રણ દાયકા બાદ આવેલા ભયાનક વાવાઝોડાંને કારણે ઓડિશામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. FANI સવારે આઠેક વાગ્યે પુરી પહોંચ્યું હતું.

તેની શરુઆત 175 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાયેલા પવનથી થઈ હતી. પવનની ઝડપ 245 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી હતી.

ચક્રવાતને પહોંચવાની પ્રક્રિયા પૂરી થવામાં ત્રણેક કલાકનો સમય લાગ્યો હતો.

અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 12 લાખ લોકોને શિફ્ટ કરાઈ ચૂક્યા છે. 11 લાખ લોકોને ગુરુવારે જ સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવાયાં હતાં.

લગભગ 10,000 ગામ અને 52 શહેરી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું. સરકાર દ્વારા 1 લાખથી વધારે ફુડ પેકેટ્સ પણ તૈયાર કરાયા છે,

અને તેમને વિમાન તેમજ હેલિકોપ્ટર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.

ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરમાં 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ઉખડી જવાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે.

સ્પેશિયલ રિલીફ કમિશનર વિષ્ણુપ્રસાદ સેઠીના જણાવ્યા અનુસાર બે લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

એક વયોવૃદ્ધ વ્યક્તિનું મોત આશ્રયસ્થાન પર હાર્ટ અટેક આવવાના કારણે થયું હતું,

જ્યારે અન્ય એક વ્યક્તિને ઝાડ પડવાના કારણે માથામાં ઈજા થતાં તેનું મોત થયું હતું.

એક તરફ ઓડિશામાં વાવાઝોડું નબળું પડી રહ્યું છે, ત્યારે બંગાળમાં તેની અસર વધી રહી છે.

બંગાળના દીધા અને આસપાસના વિસ્તારોમાં 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે.

કોલકાતા એરપોર્ટથી આવતી-જતી ફ્લાઈટ્સને બપોરે 3 વાગ્યાથી શનિવાસે સવારે 8 વાગ્યા સુધી રદ્દ કરી દેવામાં આવી છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...