ઇન્ટરનેશનલ યોગ દિવસ : યોગાસને બદલી નાંખ્યુ આ વ્યક્તિનું જીવન, બધી કુટેવો છુટી ગઈ

50
Loading...

આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. આજે દેશના બધા રાજ્યોમાં યોગ દિવસની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.

ગુજરાતીમાં કહેવાય છે કે, ‘કરો યોગ અને રહો નિરોગ’. સારા સ્વાસ્થ્યની ઈચ્છા ધરાવતી દરેક વ્યક્તિ માટે યોગ કરવા જરૂરી છે.

જો યોગને વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો કેટલીક બીમારીઓ સહિત દારૂ તેમજ ધ્રૂમપાનની લતને પણ સરળતાથી છોડાવી શકાય છે.

વાત કરીએ પુવાનેન્થિરા મલાઈ (Puvanenthiira Malai)નામના વ્યક્તિની.

તેમની સાથે બનેલી કેટલીક અનિચ્છનીય ઘટનાઓના કારણે તેઓ નાની ઉંમરમાં જ ડ્રગ્સ, દારૂ અને ધ્રૂમપાનના આદી થઈ ગયા.

જો કે તેમની આવી સ્થિતિમાં તેમની મદદ કરી યોગાસને. ‘આ મારા માટે પુર્નજન્મ સમાન છે. મેં લતથી છુટકારો મેળવવાની સાથે-સાથે લોકોમાં ઉદાહરણ પૂરું પાડવાનું પણ નક્કી કર્યું હતું.

છેલ્લા 20 વર્ષથી હું કોઈ દવા લેતો નથી. હું ખુશ છું કે હું મારી ખુશીને બીજા લોકો સાથે વહેંચી શકું છું’ તેમ અમદાવાદના માસ્ટર યોગ ટ્રેઈનર 50 વર્ષીય મલાઈએ જણાવ્યું.

મૂળ તમિલનાડ઼ુના મદુરાઈના વતની મલાઈ સેલ્સ માર્કેટિંગ મેનેજર હતા. ‘અમને સ્કૂલમાંથી યોગ શીખવવામાં આવતા હતા પરંતુ મેં તે તરફ એટલું બધું ધ્યાન આપ્યું નહીં.

જ્યારે હું ડિપ્રેશનમાં હતો અને મારા ડોક્ટર દ્વારા આપવામાં આવેલી કોઈ પણ દવા લેવા માટે ના પાડતો હતો ત્યારે મારી પત્નીએ મને યોગ કરવા માટે પ્રેરિત કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : કાળુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા કોન્સ્ટેબલનો આપઘાત

યોગે તે કરી બતાવ્યું જે દવા પણ ન કરી શકે’ તેમ તેમણે જણાવ્યું.

યોગાની પ્રેક્ટિસ માટે તેઓ સ્વામી વિષ્ણુદેવાનંદ, બીકેએસ અને અયંગર કે પત્તાભિ જોઈસને અનુસરે છે.

આ સાથે જ તેઓ 100 જેટલા યોગ ટ્રેઈનરને પણ યોગ શીખવે છે. ‘આ પહેલથી સામાન્ય જનતામાં જાગરુકતા વધી છે જે એક ઉત્સાહજનક સંકેત છે’

તેમ મલાઈએ જણાવ્યું. ‘મોટાભાગના લોકો જ્યારે તેમનું સ્વાસ્થ્ય બગડે છે ત્યારે યોગ કરવાનું શરૂ કરે છે.

જો પહેલેથી યોગ કરવામાં આવે તો અનેક બીમારીઓ સામે લડી શકાય છે’ તેમ તેમણે ઉમેર્યું.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...