જાણો શા માટે કુંભ ના મેળા માં એક વખત તો જવું જ જોઈએ, શુ થાય છે ફાયદો.

228
Loading...

એક વાર તો જવું જ જોઈએ કુંભ

કહેવાય છે કે જીવનમાં એક વખત તો કુંભ જવું જ જોઈએ. કુંભમાં સ્નાન કરવું અને અહીંની ભવ્ય તેમજ અસ્થાયી સાંસારિક દુનિયાને જોવી લ્હાવો છે.

દેશના ખૂણે ખૂણેથી તો લોકો અહીં આવે જ છે સાથે વિદેશીઓ પણ અહીં આવવાનું ચૂકતા નથી.

કહેવાય છે કુંભ મેળા વખતે ફક્ત કુંભ સ્થાન નહીં સમગ્ર શહેરનો એક અલગ જ નજારો હોય છે. પ્રયાગરાજના કુંભના મેળામાં કોઈપણ આમંત્રણ વિના લોકો સ્વયં પહોંચી જાય છે.

ગરીબ અને અમીર વચ્ચેનું અંતર અહીં મટી જાય છે. સંગમમાં કરોડપતિ હોય કે ગરીબ બંને એકસાથે ડૂબકી લગાવે છે.

ફાઈવ સ્ટાર ટેન્ટથી લઈને સાધારણ ટેન્ટ મુઘલ કાળના કોઈ શહેરની અનુભૂતિ કરાવે છે.

અખાડા

6 વર્ષ અને 12 વર્ષે યોજાતા કુંભ અને મહાકુંભનું મુખ્ય આકર્ષણ સાધુ-સંતોના અખાડા છે. સાધુ-સંતો શાન સાથે શાહી સ્નાન માટે નીકળે છે ત્યારે માહોલ જોવા જેવો હોય છે.

પ્રશાસન અખાડાથી સંગમ સુધી સંતો માટે ખાસ રાજપથ તૈયાર કરે છે જેના પર ચાલવાનો હક માત્ર અખાડાઓને હોય છે.

શાહી અંદાજમાં અખાડાઓનો વરઘોડો નીકળે છે. ભવ્ય વરઘોડામાં સોના-ચાંદીના સિંહાસનો પર બિરાજમાન સાધુ-સંતો પોતાની ટોળીઓ સાથે પ્રદર્શન કરતાં કરતાં કુંભ પહોંચે છે.

હાથી, ઘોડા, બગી, બેન્ડ સાથે નીકળેલી પેશવાઈ (વરઘોડો)ના સ્વાગત અને દર્શન માટે રોડની બંને તરફ શ્રદ્ધાળુ અને સેવકો ઊભા રહે છે.

સાંસ્કૃતિક સંધ્યા

કુંભમાં આ વખતે પ્રથમવાર દેશ-વિદેશની રામલીલાઓ રજૂ થશે. એટલું જ નહિ અહીં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે.

દેશનો સાંસ્કૃતિક વારસો અહીં જોવા મળશે. કુંભ મેળામાં પાંચ વિશાળ સાંસ્કૃતિક પંડાલ તૈયાર કરાયા છે. જેમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.

પારંપારિક અને લોક નૃત્ય ઉપરાંત અન્ય ધાર્મિક આયોજનો પણ જોવા મળશે.

હેલિકોપ્ટર અને ક્રૂઝની સવારી

કુંભ મેળામાં ક્રૂઝની સવારી કરી શકશો સાથે જ હેલિકોપ્ટર મારફતે પણ કુંભના દર્શન કરી શકાશે.

સસ્તા દરે યાત્રાળુઓને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. જેથી શ્રદ્ધાળુઓ આ યાદગાર ક્ષણને હંમેશા યાદ રાખીને વાગોળી શકે.

ટૂરિસ્ટ વૉકની તક

પ્રયાગરાજ જવાના જ હો તો આસપાસના જોવાલાયક સ્થળોએ પણ જતા આવજો. અન્ય સ્થળોએ જવા માટે કુંભના મેળામાંથી જ સુવિધા મળી જશે.

આ માટે કેટલાક ટૂરિસ્ટ વૉક તૈયાર કરાયા છે. જેના માટે તમારે ટૂર ઓપરેટરોને સંપર્ક કરીને ખાસ પેકેજ પસંદ કરવાનું રહેશે.

શંકર વિમાન મંડપમથી ટૂરિસ્ટ વૉક શરૂ થશે જે રામઘાટ પર પૂર્ણ થશે. આ દરમિયાન તમે મોટા હનુમાનજીનું મંદિર, પતાલપુરી મંદિર, અક્ષય તટ, અલ્હાબાદ ફોર્ટ જોઈ શકશો.

ફેરી સેવાનો આનંદ લો

કુંભમાં યમુના નદી પર સંગમ ઘાટ પાસે ફેરી સેવાનો આનંદ ઉઠાવી શકો છો.

ફેરી સેવા સુજાવન ઘાટથી શરૂ થઈને રેલ સેતુથી વોટ ક્લબ ઘાટ અને સરસ્વતી ઘાટથી થઈને કિલા ઘાટ પર આવીને પૂરી થશે.

20 કિલોમીટર લાંબા આ જળમાર્ગમાં તમને ઘણા ટર્મિનલ મળશે.

‘ઈંદ્રપ્રસ્થમ’ સૌથી મોંઘું ટેન્ટ હાઉસ

સૌથી મોંઘું ટેન્ટ હાઉસ લગભગ 35 હજારનું છે. 900 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો આ ટેન્ટ ફાઈવ સ્ટાર હોટલના સ્વીટ (Suite) જેવો છે.

આ ટેન્ટમાં બે બેડરૂમ અને એક લિવિંગ રૂમની સાથે જરૂરી તમામ સામાન આપવામાં આવે છે. ફર્નિચરથી લઈને પલંગ અને પ્રાઈવેટ વોશરૂમ, એલઈડી ટીવી અને અન્ય લગ્ઝરી વસ્તુઓ છે.

આ ઈંદ્રપ્રસ્થમનો સૌથી પ્રીમિયમ ટેન્ટ છે. અહીં બનેલા વૈદિક ટેન્ટ સિટીમાં 24 હજાર પ્રતિ રાતના ભાવે પ્રીમિયમ વિલા મળે છે.

આ સિવાય 19 હજાર અને 15 હજારના પણ લગ્ઝરી ટેન્ટ છે. અહીં 1200 ટેન્ટ લગાવવામાં આવ્યા છે, જ્યાંથી ત્રિવેણી સંગમનો નજારો જોવા મળે છે. 3

કલ્પવૃક્ષ ટેન્ટ સિટીમાં 3500-8500 રૂપિયા પ્રતિ રાતના હિસાબે ટેન્ટ બુક કરાવી શકાય છે. સૌથી સસ્તા ટેન્ટ 650 રૂપિયા પ્રતિ રાતના રેટ પર મળે છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...