અમદાવાદમાં તૈયાર થઈ રહેલું મોટેરા સ્ટેડિયમ, સામે આવ્યો અંદરનો વિડીયો

40
Loading...

અમદાવાદ શહેરમાં દુનિયાનું સૌથી મોટું વર્લ્ડ ક્લાસ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થઈ રહ્યું છે.

લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે 63 એકરમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં 1 લાખથી વધારે પ્રેક્ષકો બેસીની મેચનો આનંદ માણી શકશે.

ક્રિકેટ રસિકો મોટેરા સ્ટેડિયમનું કામ ખતમ થાય અને તેમાં બેસીને મેચ જોવાનો આનંદ માણી શકે તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ વચ્ચે મોટેરા સ્ટેડિયમના અંદરના લૂકનો એક વિડીયો સામે આવ્યો છે.

ટ્વીટર પર પોસ્ટ એક યુઝરે મોટેરામાં બની રહેલા ક્રિકેટ સ્ટેડિયમનો વિડીયો પોસ્ટ કર્યો છે.

નિલેશ પુજારા નામના આ ટ્વીટર યુઝરે પોસ્ટ કરેલા 15 સેકન્ડના વિડીયોમાં સમગ્ર સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે. વિડીયોમાં સ્ટેડિયમમાં પ્રેક્ષકોને બેસવાની ઉપરમાં રૉમાંથી નીચે રહેલા ટ્રક સાવ રમકડા જેટલા નાના દેખાઈ રહ્યા છે.

જે પરથી જ તેની વિશાળતા અને ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે.

મોટેરામાં એલએન્ડટી કંપની દ્વારા બનાવાઈ રહેલા આ સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ ઉપરાંત એક ઈન્ડોર એકેડમી પણ હશે.

આ સ્ટેડિયમની ડિઝાઈન મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ડિઝાઈન તૈયાર કરનારા જાણિતા આર્કિટેક્ટ પોપુલસે કરી છે.

મોટારાના આ સ્ટેડિયમમાં 3000થી વધુ કાર્સ અને 10,000 ટુ-વ્હીલર્સના પાર્કિંગની સુવિધા હશે.

આ પ્રોજેક્ટને નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...