ડ્યૂઅલ કેમેરા અને ડ્યુઅલ ડિસ્પ્લે સાથે NUBIA X એનાઉન્સ થયો : જાણો ફીચર્સ, કિંમત અને ઉપલબ્ધતા

73
Loading...

ZTEની સબબ્રાંડ કંપની નુબિયાએ પોતાનો નવો સ્માર્ટફોન Nubia X લોન્ચ કર્યો છે. આ ફોનમાં બે ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 845 પ્રોસેસર અને 8GB રેમ જેવી અનેક ખૂબીઓ છે. સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો તેનું ડ્યૂઅલ ડિસ્પ્લે, જે 6.26 ઈંચ અને 5.1 ઈંચની છે. પ્રાઈમરી ડિસ્પ્લે અને સેકન્ડરી ડિસ્પ્લે આપવામાં આવી છે. આવો જાણીએ બાકીની ફીચર્સ, કિંમત અને ઉપલબ્ધતા..

એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર આધારીત નુબિયા UI 6.0.2 કસ્ટમ ઓએસ પર ચાલતા આ ફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેને 6જીબી અને 8જીબી રેમ વેરિયન્ટમાં રજૂ કરાયું છે. 64જીબી, 128 જીબી અને 256જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. જેમાં માઈક્રોએસડી કાર્ડ માટે કોઈ જ સપોર્ટ નથી.

જો વાત કરવામાં આવે સ્માર્ટફોનની તો સ્માર્ટફોનમાં ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. એફ/1.8 અપર્ચર સાથે 16 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર અને એફ/1.7 અપર્ચર સાથે 24 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ફોનમાં કોઈપણ ફ્રન્ટ કેમેરા નથી પરંતુ પાછળની ડિસ્પ્લેના કારણે સેલ્ફી લઈ શકશો.

ફોનની બેટરી 3,800 એમએએચની છે. જે ક્વિક ચાર્જ 3.0ને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે 4જી Volte, વાઈફાઈ, બ્લૂટૂથ અને યુએસપી ટાઈપ સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યાં છે. નુબિયા એકસનું ડાઈમેન્શન 154.1×73.30×8.4 મિલિમિટર છે.

નુબિયા એક્સના 6 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 3,299 યુઆન (આશરે 35,000 રુપિયા) અને 8 જીબી રેમ/128 જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત આશરે 39,200 રુપિયા છે. આ ફોનનું 8 જીબી વેરિયન્ટ આશરે 44,500 રુપિયામાં ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : CRICKET પાંચમી વન-ડે : આસાન વિજય સાથે ભારતે 3-1થી સીરીઝ પોતાના નામે કરી

તમને કદાચ ગમશે

Loading...