શ્રીલંકા: ચર્ચ અને હોટલમાં કુલ 8 બ્લાસ્ટમાં 207ના મોત, 450 ઘાયલ, 7 અરેસ્ટ

72
Loading...

ઇસ્ટર સન ડે દરમિયાન શ્રીલંકાની રાજધાની કોલંબોમાં અત્યાર સુધીમાં 8 બોમ્બ બ્લાસ્ટ થયા છે. જેમાં ત્રણ ચર્ચ અને 4 ફાઇવ સ્ટાર હોટલને નિશાન બનાવવામાં આવી છે. આ ઘટનામાં મૃતકઆંક વધીને 207 થયો છે જ્યારે 450 લોકો ઘાયલ છે. જેમાં વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ મામલે પોલીસે 7 શખસોને કસ્ટડીમાં પણ લીધા છે.

એક બાદ એત સતત 8 બ્લાસ્ટથી સમગ્ર શ્રીલંકા હમચમી ગયું. રવિવારે થયેલા આ બ્લાસ્ટમાં 3 ચર્ચા અને 3 ફાઈવ સ્ટાર હોટલને ટાર્ગેટ બનાવાયા હતા. ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 190 લોકો માર્યા ગયા છે, જ્યારે 400થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતકોમાં 35 લોકો વિદેશી નાગરિકો પણ છે.

પહેલો બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટ એન્ટની ચર્ચ અને બીજો રાજધાની બહાર નેગોમ્બો વિસ્તારના સેબેસ્ટિયન ચર્ચમાં થયો. આ બાદ ત્રીજો બ્લાસ્ટ શહેરના પૂર્વમાં આવેલા બાટ્ટિકાલોઆમાં થયો. આ ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવાઈ છે તેમાં ધ શાંગરિલા, ધ સિનામોન ગ્રેન્ડ અને ઝ કિગ્સબરી શામેલ છે.

શ્રીલંકાની સરકારે સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ બ્લાસ્ટમાં સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે 7 લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જબરદસ્ત બ્લાસ્ટના પગલે શ્રીંલંકા હચમચી ગયુ હતુ. પહેલો ધડાકો સવારે 8-45 વાગ્યે થયો હતો ત્યારે લોકો ચર્ચમાં ઈસ્ટરની પ્રાર્થના માટે એકત્રિત થયા હતા એ પછી એક પછી એક ધડાકાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ચર્ચની અંદરના દ્રશ્યો ધ્રુજાવી દે તેવા હતા.

કોલંબોની નેશનલ હોસ્પિટલના પ્રવક્તા ડોક્ટર સમિંડી સમારાકૂનનું કહેવું છે કે લગભગ 280 જેટલા લોકો હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ મૃતકોની સૌથી વધારે સંખ્યા કોલંબોમાં છે જ્યાં 3 ફાઈવ સ્ટાર હોટલ અને એક ચર્ચને ટાર્ગેટ કરાયો હતો. બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે સુરક્ષા સમિતિની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.

આ બ્લાસ્ટ તે સમયે થયો જ્યારે ઈસ્ટર સંડેની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે સ્થાનિક સમય અનુસાર પહેલો બ્લાસ્ટ 8.45 કલાકે થયો. અત્યાર સુધી કોઈ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મેથરીપાલા સિરીસેનાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. ત્યાંના નાણામંત્રી મંગલા સમરવીરાએ પોતાના ટ્વીટમાં લખ્યું, હુમલામાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા છે. આ હુમલો સંપૂર્ણ તૈયારી સાથે કરવામાં આવ્યો, જેથી હત્યા કરીને અરાજકતા ફેલાવી શકાય.

કોલંબોમાં બ્લાસ્ટની ખબર સામે આવ્યા બાદ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વીટ કરીને કહ્યું હે હું કોલંબોમાં ભારતીય હાઈ કમીશનના સતત સંપર્કમાં છું. અમે સ્થિતિ પર સંપૂર્ણ નજર બનાવીને રાખી છે. ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. ભારતીય નાગરિકો કોઈપણ પ્રકારની મદદ માટે +94777903082, +94112422788, +94112422789 અથવા તો શ્રીલંકાના નંબરો ઉપરાંત આ ભારતીય નંબરો +9777902082 કે +94772234176 પર ફોન કરી શકો છો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં થયેલા સીરિયલ બ્લાસ્ટની નિંદા કરી છે. પીએમએ ટ્વીટ કરીને કહ્યું, ‘અમારા વિસ્તારમાં આ પ્રકારની બર્બરતાની કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકોની સાથે સંપૂર્ણ રીતે ઊભું છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલોના જલ્દીથી સાજા થઈ જવાની કામના કરું છું.’

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...