ટ્રેડ-વોરની ચિંતામા એશિયન કંપનીઓનો કોન્ફિડન્સ 3 વર્ષના તળિયે : જાણો વધુ

69
Loading...

Trade War

વૈશ્વિક Trade war ને પગલે એશિયાની કંપનીઓનું કોન્ફિડન્સ ત્રણ વર્ષને તળિયે પહોંચ્યો છે એવું થોમસ રોયટર્સના સર્વે માં  જણાવાયું છે. થોમસ રોયટર્સે ૧૦૪ કંપનીઓના છ મહિનાના આઉટલુકનું વિશ્લેષ્ણ કર્યુ છે. જુલાઈથી સપ્ટેમ્બરના ગાળા ટ્રાઈબ્સ રેસી ઘટીને પ૮ થયો છે જે ર૦૧પના ચોથા ત્રિમાસિક ગાળા પછીની સૌથી નીચી સપાટી માનવામાં આવે છે. અગાઉના ત્રિમાસિક ગાળામાં ટ્રાઈબ્સ રેસી ૭૪ની સપાટીએ  હતો.

ઈન્ડેક્સમાં ત્રિમાસિક ગાળાના ધોરણે તીવ્ર ઘટાડો નોંધાયો છે જે ર૦૦૯ પછીનો સૌથી તીવ્ર ઘટાડો માનવામાં આવે છે. સિંગાપુરની ગ્લોબલ બિઝનેસ સ્કુલના પ્રોફેસરે જણાવ્યુ કે, ઈન્ડેક્સમાં આવેલો ઘટાડો અર્થતંત્રમાં મંદી આવવાના મજબૂત સંકેત આપે છે. આ સર્વેમાંથી જાણવા મળ્યુ છે કે, આગામી સમયમાં એશિયા પેસિફિકના અર્થતંત્રમાં જંગી વૃદ્ધિ થવાના સંકેત છે. અર્થતંત્રમાં આવેલી મંદીનો સૌથી વધારે અસર ઉભરતા બજારોના અર્થતંત્ર ઉપર પડશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Trade war

 

Trade war ને કારણે વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર ઉપર સૌથી વધારે માઠી અસર થઈ રહી છે. તેની સામે દેશની કરન્સીમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચાઈનીઝ આયાતની કુલ ર૦૦ અબજ ડોલરના મુલ્યની પ્રોડક્ટ્સ ઉપર ૧૦ ટકા ટેરિફ લાદયો છે. તો બીજી બાજુ ચાઈનાએ પણ અમેરિકાના ૬૦ અબજ ડોલરના મુલ્યના પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ લાદયો છે.

વિશ્લેષ્કોએ જણાવ્યુ કે, વિશ્વના બે દેશો વચ્ચે ટ્રેડ વોરને અસર આ બે દેશો ઉપર તો પડી રહી છે પરંતુ અન્ય દેશોને પણ તેના મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

એશિયાનો મોટાભાગનો વેપાર ચીન ઉપર નિર્ભર કરે છે જેના કારણે એશિયાના વેપાર ઉપર અત્યાર પ્રતિકૂળ અસર થઈ રહી છે. ચાઈનાના ૬૩ સબ ઈન્ડેક્સ ૬૩માંથી રપ ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનીઝ કંપનીઓ ઉપર પણ મંદીના અસરની શરૂઆત થઈ ગઈ છે.

2025 સુધીમાં દુનિયામાં બાવન ટકા નોકરીઓ ઉપર રોબોટ કબજો કરશે : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...