વારાણસી માં મેગા શૉ કર્યા બાદ PM મોદીએ કરી ગંગા આરતી

53
Loading...

મોદી ની ગંગા આરતી

દેશની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નગરી વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો શરૂ થઈ ગયો છે.

પીએમ મોદી 7 કિમી લાંબો મેગા રોડ શો કરી પોતાની રાજકીય શક્તિ દર્શાવી. આ રોડ શોને ઐતિહાસિક બનાવવા માટે ભાજપે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.

મહાનુભાવો નો મેળાવડો

ભાજપ અધ્યક્ષ અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા કેન્દ્રીય મંત્રી કાશીમાં તેમના સ્વાગત માટે પહોંચી ગયા હતા.

પાર્ટીએ આ રોડ શોને ‘નમોત્સવ’ નામ આપ્યું છે અને રોડ શોના સમગ્ર રસ્તાને કેસરિયા ઝંડાથી સજાવી દીધો છે.

મોદી નો રોડ શૉ

પીએમ મોદીએ પોતાના રોડ શોની શરૂઆત બીએચયુથી કરી. અહીં તેમણે ભારત રત્ન મદન મોહન માલવીયની પ્રતિમાને માળા અર્પણ કરી પોતાના રોડ શોની શરૂઆત કરી.

ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષમાં પીએમ મોદીની વારણસીની આ 20મી મુલાકાત છે.

પીએમ મોદીએ દરભંગા અને બાંદામાં સભાઓને સંબોધ્યા બાદ વારાણસી જતા પહેલા એક ટ્વિટ પણ કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘દરભંગા અને બાંદામાં ભવ્ય રેલી બાદ હું કાશી જઈ રહ્યો છું. ત્યાં ઘણા બધા કાર્યક્રમો છે, જે મને કાશીની મારી બહેનો અને ભાઈઓને મળવાની વધુ એક સુવર્ણ તક આપશે. હર હર મહાદેવ!’

પીએમ મોદીનો આ રોડ શો લંકાથી શરૂ થઈ, અસ્સી, શિવાલા, સોનારપુરા, મદનપુરા અને ગોદોલિયા થઈ સાંજે લગભગ 7 કલાકે પૂરો થશે.

આ રોડ શો જે માર્ગ જૂના વારાણસીથી પસાર થશે ત્યાં મોટી સંખ્યામાં હિંદુ અને મુસ્લિમ રહે છે. આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં પશ્વિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા સહિત અન્ય રાજ્યોના લોકો પણ રહે છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...