INDvsNZ 5મી વન ડેઃ ભારતે ન્યૂઝીલેન્ડને 35 રને હરાવ્યું, 4-1 થી સીરીઝ પણ જીતી

34
Loading...

પાંચમી વનડેમાં ભારતનો વિજય

અંબાતી રાયડુ (90 રન)ની શાનદાર ઈનિંગ અને બોલર્સના કમાલના પ્રદર્શનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને પાંચમી વન-ડેમાં 35 રનથી હરાવીને 5 મેચોની વનડે સિરીઝ 4-1થી જીતી લીધી. વેલિંગ્ટનમાં રવિવારે રમાયેલા મુકાબલામાં ભારતે પહેલા બેટિંગ કરતા 49.5 ઓવરમાં 252 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 44.1 ઓવરમાં 217 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ.

ન્યૂઝીલેન્ડ માટે જેમ્સ નીશામે સૌથી વધુ રન કર્યા

235 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમમાં સૌથી વધારે રન જેમ્સ નીશામે (44 રન) બનાવ્યા. તેણે 32 બોલમાં પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. કેપ્ટન કેન વિલિયમ્સને 37 રન બનાવ્યા. આ ઉપરાંત ટોમ લાથમે 49 બોલમાં 3 ચોગ્ગાની મદદતી 37 રનનું યોગદાન આપ્યું.

ચહલ ઝળક્યો

ભારત માટે ચજુર્વેન્દ્ર ચહલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી. હાર્દિક પંડ્યા અને મહોમ્મદ શમીએ 2-2 વિકેટ તથા ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવન 1-1 વિકેટ ઝડપી.

ભારતની નબળી શરુઆત

ભારતની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર સસ્તામાં આઉટ થયો હતો. ભારતે 8 રનનાં સ્કોર પર રોહિત શર્માની વિકેટ ગુમાવ્યા બાદ ધવન (2), શુભમન ગિલ (7) અને મહેન્દ્ર સિંહ ધોની (1) રનનીની ઝડપથી વિકેટો ગુમાવી દીધી હતી. એક સમયે ભારતનો સ્કોર 4 વિકેટે 18 રન હતો. જો કે ત્યારબાદ અંબાતી રાયડુ અને વિજય શંકરે સારી ભાગીદારી કરી હતી અને ભારતનો સ્કોર 116 રને પહોંચાડ્યો હતો. 116 રને ભારતે વિજય શકંર (45)ની વિકેટ ગુમાવી હતી.

હાર્દિક પંડ્યાની તોફાની બેટિંગ

ત્યારબાદ કેદાર જાધવે ઉપયોગી 34 રન ફટકાર્યા હતા. અંબાતી રાયડુ 90 રન ફટકારીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ધમાકેદાર બેટિંગ કરતા 22 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 45 રન ફટકાર્યા હતા. ભારત 49.5 ઑવરમાં 252 રનનાં સ્કોર પર ઑલઆઉટ થયું હતુ. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેન્રીએ 4 અને ટ્રેન્ટ બૉલ્ટે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નિશામને 1 વિકેટ મળી હતી. હાર્દિક પંડ્યાએ એસ્ટલની બોલિંગમાં ઉપરા ઉપરી 3 સિક્સર્સ ફટકારી હતી.

ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ વનડે મેચ વેલિંગટનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમે 11 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 22 રન બનાવી લીધા છે. અંબાતી રાયડૂ (1) અને વિજય શંકર (4) બેટિંગ કરી રહ્યાં છે.

ધડાધડ પડી ગઈ વિકેટો

કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, આ પિચ બેટિંગ માટે સારી લાગી રહી છે. તો ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની દિનેશ કાર્તિકના સ્થાન પર પરત ફર્યો છે. આ સિવાય અલીલ અહમદના સ્થાને શમી અને કુલદીપના સ્થાને વિજય શંકરને સ્થાન મળ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં એકમાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. ગુપ્ટિલના સ્થાને કોલિન મુનરોને સ્થાન આપવામાં આવ્યું છે.

રવિ શાસ્ત્રીએ યાદ કરી ખાસ ક્ષણ

ઉલ્લેખનીય છે કે આ મેદાન ઉપર ભારતના પૂર્વ ખેલાડી અને હાલ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ 1981માં ન્યુઝીલેન્ડ સામે પોતાનું ડેબ્યુ કર્યું હતું. જેને યાદ કરીને શાસ્ત્રીએ ટ્વિટ કરી પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
simanchal express
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

   

તમને કદાચ ગમશે

Loading...