આપણા દેશના એવા ૧૦ હાઈવે જ્યાં રોડ પર ફરે છે ભૂત અને પ્રેત : તમે પણ જાણી ને ચોકી ઉઠશો

129
Loading...

10 Ghost Highway

૧. સ્ટેટ હાઈવે – NH૪૯, ઇસ્ટ કોસ્ટ રોડ

આ બે લાઈનનો હાઇવે જેને ઇસ્ટ કોસ્ટ રોડના નામથી ઓળખવામાં આવે છે,

આ રસ્તો એ પશ્ચિમ બંગાળને તમિલ સાથે જોડે છે.

ચેન્નઈથી પોંડીચેરીનો આ રસ્તો એ ભૂતિયા માનવામાં આવે છે.

અહિયાથી પસાર થવાવાળા ઘણા લોકોનું કહેવું છે કે રાત્રે અચાનક તેમની સામે સફેદ સાડી પહેરેલી મહિલા દેખાય છે.

૨. રાંચી – જમશેદપુર – NH૩૩

આપણા દેશનો આ એકમાત્ર એવો રસ્તો છે જ્યાં બહુ જ આશ્ચર્યજનક રીતે અકસ્માત થયેલા જોવા મળે છે.

આ રસ્તેથી જવા માટે લોકો એટલા માટે બહુ ડરે છે કે અહિયાં રસ્તાના બંને છેડે એક એક મંદિર આવેલ છે અને એવું માનવામાં આવે છે

કે જો આ બંને મંદિરની પૂજા કર્યા વગર અહિયાથી જવામાં આવે તો પણ કોઈને કોઈ દુર્ઘટના થાય છે.

ભૂત પ્રેત પણ તેમને પરેશાન કરે છે.

૩. મુંબઈ – નાસિક હાઈવે

મુંબઈ – નાસિક હાઈવેનો કસારા ઘાટ એ ઘણી બધી ભયાનક કહાનીઓથી મશહુર છે.

અહિયાં ઘણીવાર ઘણાને માથા વગરની ઘરડી સ્ત્રી દેખાય છે

તો ઘણા લોકોને અહિયાં ઘરડો માણસ એ ઝાડ પર બેઠેલો દેખાય છે.

રસ્તાની બંને બાજુ ઘટાદાર ઝાડ હોવાના કારણે આ રસ્તો બહુ ભયાનક લાગે છે.

૪. મુંબઈ – ગોવા હાઈવે

આ જગ્યાએ ઘણા બધા એકસીડન્ટ થયેલા છે અને ઘણા લોકોનો જીવ પણ ગયો છે.

જે લોકો આવા અકસ્માતમાંથી બચીને આવે છે તેઓનું કહેવું છે

કે રસ્તામાં અચાનક ગાડીની સામે કોઈ વ્યક્તિ આવી જાય છે અને તેના કારણે જ ગાડી ચલાવનાર લોકોનું બેલેન્સ બગડે છે અને ભયંકર અકસ્માત થાય છે.

૫. દિલ્હી કંટોમેંટ રોડ

દિલ્હીનો આ રોડ એ ભૂતિયા માનવામાં આવે છે અને લોકોનું કહેવું છે કે આ જગ્યાએ ઘણીવાર એક સ્ત્રી એ સફેદ સાડીમાં દેખાઈ આવે છે.

અત્યાર સુધી કોઈ એવું નથી જે આ રસ્તે થી નીકળ્યું હોય અને તેને આ મહિલા ના દેખાઈ હોય.

૬. માર્વે – મડ આઈલેન્ડ રોડ

મુંબઈનો મડ આઈલેન્ડ જેટલો સુંદર છે એટલો જ ભાયાનક ત્યાં સુધી પહોચવાનો રસ્તો છે.

ઘણા લોકોને અહિયાં રાત્રે લગ્નનું પાનેતર પહેરેલી મહિલા દેખાય છે.

આ પણ વાંચો : INDONESIA PLANE CRASH : દિલ્હીનો BHAVYA SUNEJA ઉડાડતો હતો પ્લેન

૭. સત્યમંગલમ વાઇલ્ડલાઈફ સેન્ચુરી કોરીડોર – NH૨૦૯

એક સમય હતો જયારે આ રસ્તા પરથી જતા હોઈએ ત્યારે મસહુર ચંદન તસ્કર વિરપ્પનનો ડર લાગતો હતો પણ આજે અહિયાથી જયારે તમે પસાર થશો ત્યારે તમને ભયાનક અવાજ અને અમુક પડછાયા જોવા મળી શકે છે જે ખરેખર ડર પેદા થાય તેવા હોય છે.

૮. બ્લ્યુ ક્રાસ રોડ, ચેન્નઈ

ચેન્નઈના આ રોડ પર અચાનક આત્મહત્યા કરવાવાળા લોકોની સંખ્યા વધી ગઈ હતી અને અમુક લોકોનું કહેવું છે કે અહિયાથી આત્મહત્યા કરવાવાળા લોકોની આત્મા એ અહિયાં ફરતી જોવા મળે છે.

૯. બેસેન્ટ એવેન્યુ રોડ, ચેન્નઈ

ચેન્નઈનો આ રસ્તો જેવો સુરજ ડૂબે કે અનેક ભયાનક વસ્તુઓથી ભરાઈ જાય છે. ઘણા લોકોને તો એવું પણ મહેસુસ થાય છે કે કોઈ તેમને થપ્પડ લગાવી રહ્યું છે.

ઘણા લોકોને તો અચનાક રસ્તામાં ચાલતા ચાલતા કોઈ અજાણી શક્તિએ ઉઠાવીને દુર ફેંકી દે છે.

૧૦. દિલ્હી – જયપુર હાઇવે

દિલ્હી – જયપુર હાઇવે પર રાતના સમયે ઘણા બધા ભયાનક કિસ્સાઓ જોવા અને સાંભળવા મળ્યા છે. અહિયાથી જવા વાળા લોકોનું કહેવું છે કે તેઓ એ કશુક અનુભવ્યું છે

પણ તેઓ એ શબ્દોમાં જણાવી નથી શકતા. તેઓને આવો અનુભવ એ ભાણગઢની પાસેથી નીકળતા થયા છે.

તમને કદાચ ગમશે

Loading...