150 વર્ષ સુધી જીવિત રહે છે અધોરીઓ… મડદાઓ સાથે ગુજારે છે એકલા રાત

40
Loading...

150 વર્ષ સુધી જીવિત રહે છે અઘોરીઓ, મડદાઓ સાથે કરી શકે છે વાતો

અઘોરીઓ પ્રમાણે, મૃત શરીરની સાથે યૌન સંબંધ બનાવવાથી અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે

અઘોરીયો વિશે આપણે દરેકે સાંભળ્યું છે પરંતુ તેમને નજીકથી જોવાનો અને જાણવાનો અવસર ઘણાં ઓછાં લોકોને જ નસીબ થાય છે. અઘોરી ખૂબ જ રહસ્યમયી ઢંગથી પોતાનું જીવન જીવે છે. તેમના જીવવાનો અંદાજ, ખાન-પાન, પહેરવેશ બધુ જ ખૂબ જ અલગ હોય છે. આજે અમે તમને અઘોરીઓ વિશે થોડી એવી વાતો જણાવીશું જેને જાણીને તમે આશ્ચર્ય પામશો.

– અઘોરી સામાન્ય રીતે શ્મશાનમાં ઝૂંપડી બનાવીને રહે છે. તેમની ઝૂંપડીમાં એક નાની ધૂની (સાધુને તાપવાની આગ) હંમેશાં સળગતી રહે છે.

– ઉપરથી ગુસ્સાવાળા સ્વભાવના દેખાવનાર અઘોરીઓ અંદરથી ખૂબ જ શાંત હોય છે.

– અઘોરીની સાધનમાં ખૂબ જ શક્તિ હોય છે. તેઓ ઇચ્છે તો મડદાઓ સાથે વાત કરી શકે છે. તેમની પાસે દરેક બીમારી કે સમસ્યાનો કોઇને કોઇ ઉકેલ હોય જ છે.

– એક અઘોરી 150 વર્ષ સુધી જીવિત રહી શકે છે. કિના રામબાબા નામના એક અઘોરી 150 વર્ષ સુધી જીવિત રહ્યા હતાં.

– અઘોરી પોતાના જીવનકાળમાં ક્યારેય વાળ કપાવતાં નથી. જાનવરોમાં તેમને કૂતરા પાળવા ખૂબ જ પસંદ હોય છે.

– ગાયના માંસને છોડીને તેઓ બધું જ ખાય છે.
– અઘોરીઓનું એવું માનવું છે કે મૃત શરીરની સાથે યૌન સંબંધ બનાવવાથી અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે.
– તેમના પ્રમાણે કોઇપણ કામ ખોટાં થતાં નથી. જો વ્યક્તિ ભગવાનની ભક્તિમાં લીન હોય તો દરેક કામ શુદ્ધ અને યોગ્ય છે.

– અઘોરીઓ પોતાને કોઇપણ વાતાવરણમાં ઢાળી દે છે. ગરમીથી લઇને કડકતી ઠંડીમાં ઓછામાં ઓછાં વસ્ત્રમાં રહેવું તેમના માટે સરળ છે.

– તેમનું માનવું છે કે દરેક વ્યક્તિ એક અઘોરી બનીને જ જન્મે છે. સમાજ તેને પોતાનો પાઠ ભણાવીને પોતાના પ્રમાણે ઢાળે છે.

આ પણ વાંચો

દુનિયાનો સૌથી લાંબો સી બ્રીજ તૈયાર, દરિયાની નીચે ટનલમાંથી જાય છે રસ્તો

– વ્યક્તિના મનમાં કોઇના પ્રત્યે ખોટી ભાવનાઓ હોતી નથી. તેઓ બધાને પ્રેમ કરે છે. તેમનું માનવું છે કે જો તમારા મનમાં નફરત છે તો તમે મોક્ષ પ્રાપ્ત કરી શકશો નહીં.

આર્ટિકલ ગમ્યો હોય તો Share કરો

તમને કદાચ ગમશે

Loading...