આ બેંક આપશે ૨૧% વ્યાજ : જાણો શરતો?

41
Loading...

8-9 નહીં પૂરા 21 ટકા વ્યાજ આપે છે આ બેંક

કેટલું સારુ કે જ્યારે કોઈ તમને કહે કે તમારી બેંકમાં જમા રકમ પર તમને મળે છે તેના કરતા અનેકગણું વ્યાજ મળશે અને તેના માટે તમારે વધારાની બીજી કોઈ રકમ જમા કરવાની જરુર નથી બસ દરરોજ થોડા હજાર પગલા ચાલવાનું છે. તમને પણ આ સાંભળીને થોડું વિચિત્ર લાગશે.

પણ આ બેંકે લોકો વધુને વધુ પગેથી ચાલે તે માટે એક અજીબોગરીબ સ્કિમ જાહેર કરી છે. જે મુજબ દરરોજ 10000 પગલા ચાલતા કસ્ટમર્સને બેંક 21% વ્યાજ ચૂકવશે. આ ઘટના યુક્રેનની છે.

આ સ્કિમની શરુઆત બેંક દ્વારા 2015માં જ કરવામાં આવી હતી. ત્યારે આ અનોખી સ્કિમનો લાભ લેવા માટે આ બેંકમાં ખાતુ ખોલાવનારની સંખ્યા 5 લાખને પાર કરી ગઈ છે.

10000 પગલા ચાલો અને 21 ટકા વ્યાજ લઈ જાવ

સામાન્ય રીતે બેંક તમારા સેવિંગ્સ એકાઉન્ટ પર 8-9 ટકા વ્યાજ આપે છે. પરંતુ યુક્રેનની મોનો બેંક તેમના સેવિંગ્સ એકાઉન્ટ પર 21 ટકા જેટલું વ્યાજ આપવાનું શરુ કર્યું છે.

જે માટે બેંકે પોતાના ગ્રાહકો સામે રોજના 10000 પગલા ચાલવાની શરત રાખી છે. હવે મજાની વાત એ છે કે વધારે વ્યાજની લાલચમાં ઘણા બધા ગ્રાહકો પગે ચાલી રહ્યા છે.

જેના પરિણામે બેંક તેના 50 ટકા ગ્રાહકોને 21 ટકા વાર્ષિત વ્યાજ આપી રહી છે. આ પ્રકારની અનોખી સ્કિમ માટે બેંક પાસે ખાસ કારણ પણ હતું.

લોકોમાં મેદસ્વિતા વધતા બેંકે કરી અનોખી પહેલ

હકીકતમાં હૃદયરોગના કારણે મરવાવાળા લોકોની ટકાવારીમાં યૂક્રેન દુનિયામાં બીજા નંબરે છએ. અહીં પ્રતિ 1 લાખમાંથી લગભગ 400 લોકોના મોત હૃદયરોગના કારણે થાય છે.

તેમજ અહીં બ્રિટનની જેમ લોકોમાં સ્થૂળતાનો સતત વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ 2030 સુધીમાં યુક્રેનના 50% થી વધારે પુરષો ઓબેસિટીનો શીકાર થઈ જશે તેવું માનવામાં આવે છે. જેને ધ્યાને લઈ બેંકે આ યોજના મુકી છે.

આ કારણે શરુ કરી હતી આવી સ્કિમ

જાહેર લોકોની હેલ્થને સાંકળતી આ યોજના માટેનો આઇડિયા બેંકના ત્રણ ટોચના અધિકારીએ આપ્યો હતો. પહેલા તો તેમને લાગતું હતું કે આમ કરવાથી અનેક લોકો એકાઉન્ટ ઓપન કરશે પણ શરત પ્રમાણે દરરોજ 10000 પગલા ચાલી નહીં શકે.

તેની પાછળ તેમનું માનવાનું હતું યુક્રેનમાં ઠંડી ખૂબ પડે છે જેના કારણે રોજ આટલું બધુ પગપાળા ચાલવાનું ખૂબ જ મહેનતભર્યું કામ છે જે ભાગ્યે જ કોઈ પૂરું કરી શકશે.

પરંતુ સ્કિમ શરુ થયાના વર્ષ દિવસ બાદ ધીમે ધીમે લોકોને એટલી ગમી ગઈ કે મોટાભાગના લોકો બેંકની શરતો પૂરી કરી રહ્યા છે. જેના કારણે બેંકના ખૂબ મોટી સંખ્યાના ગ્રાહકોને 21% વ્યાજ આપવું પડી રહ્યું છે.

ફોનની એપ દ્વારા દરેક ફિઝિકલ એક્ટિવિટી પર ધ્યાન

જોકે બેંકે આ સાથે સ્પષ્ટ કરીને રાખ્યું છે કે જો કોઈ શરત મામલે ચીટિંગ કરતું હશે તો તેમનો વ્યાજ દર ઘટાવામાં આવશે તેટલું જ નહીં તેના સામે આકરા પગલા પણ લેવામાં આવશે.

મોનો બેંક દ્વારા આ સ્કિમ અંતર્ગત ખોલવામાં આવેલ એકાઉન્ટને સ્પોર્ટ્સ ડિપોઝિટ એકાઉન્ટ નામ આપ્યું છે. આ એકાઉન્ટમાં વ્યાજનો ફાયદો લેવા માટે ગ્રાહકે એક ખાસ એપને પોતાના ફોનમાં ડાઉનલોડ કરવી પડશે.

જેના દ્વારા યુઝર્સની દૈનિક ફિઝિકલ એક્ટિવિટીની જાણકારી બેંકને મળશે. જેના આધારે બેંક 21% વ્યાજ આપવું કે નહીં નક્કી કરે છે. જે ગ્રાહક સતત 3 દિવસ સુધી 10000 પગલા નથી ચાલતો તેને માત્ર 11 ટકા વ્યાજ દર ચૂકવાય છે.

ચીટિંગ કરવાવાળા સામે આકરા પગલા

બેંકના સીઈઓ ડુબિલેટ કહે છે કે ‘અમને ખ્યાલ જ હોય છે કે કઈ વ્યક્તિ કેટલી એક્સર્સાઇઝ કરી શકે. જેથી એવા વ્યક્તિઓની અમે ઉલટ તપાસ કરી તો તેઓ મોબાઇલ ચાલુ કરીને કારમાં મોબાઇલ રાખી ચલાવતા હતા.

આવા લોકો વિરુદ્ધ તપાસ કરી અમે તાત્કાલીક તેમને દંડ પણ કર્યો હતો અને તેમના વ્યાજદર સૌથી નીચલા સ્તરના કરી નાખ્યા હતા.’ ઉલ્લેખનીય છે કે મોનો યુક્રેનની પહેલી મોબાઇલ બેંક છે અને દેશી પહેલી એવી મોટી બેંક છે જેને પોતાના ગ્રાહકો સુધી 30 મિલિયન કાર્ડ પહોંચાડ્યા છે.

 

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...