એક એવી કોલોની કે જ્યા ભિખારીઓ રહે છે બે માળ ના ઘર મા અને રોજ ની આવક જાણી તમે પણ થઈ જશો આશ્વર્યચકિત

202
Loading...

હાલ ના સમય મા કેન્દ્ર સરકારે કેરેલ એક એવી જાહેર ખબર રજુ કરી છે કે ભિખારીઓ ને કૌશલ્ય વિકાસ યોજના હેઠળ શિક્ષિત કરવા અને વ્યવસાય આપવામા આવશે. રાજ્ય છત્તીસગઢ ના ભિલાઈ મા આવેલ ઈસ્પાત નગરી ના નામ થી ઓળખ ધરાવતા સીટી ના ભિખારીઓ ની નિપુણતા જોઈ અચંબિત થઈ જશો.

રાજા ની જેમ રહે છે ભિખારીઓ:

ભિલાઈ મા ભિખારીઓ નુ જ રાજ ચાલે છે. કોઈ પણ તેમની સાથે ઝઘડવા માટે હિમત નથી કરતુ. કેટલાક તો એવા છે કે જેણે બી એસ પી ના મકાન પડાવી લીધા છે. અહી હોસ્પિટલ ના પટાંગણ મા રહેલ હનુમાન નુ મંદિર તેમજ સાંઈ બાબા નુ મંદિર સૌથી વધુ આવક નુ સ્થાન ગણવામા આવે છે. આ જ્ગ્યા ના ભિખારી ખુબ જ પૈસાદાર છે. અન્ય કોઈ આસાની થી અહી આવી શકતુ નથી.

બેંક મા નાણા , આભુષણ , ઘર તમામ છે આ ભિખારીઓ પાસે:

અહી ના મોટાભાગ ના ભિખારીઓ પાસે બેંક મા સારા નાણા પડ્યા છે અને પોતાનુ સ્થાન જાળવી રાખે છે. લગ્ન હોય કે કઈ ઉત્સવ હોય તેણે વાપરેલ પૈસા જોઈ વિચારે ચડી જશો. અહી ના અમુક ભિખારી ડુપ્લેક્સ ધરાવે છે. તેઓ ખુબ જ મોંઘા એન્ડ્રોઈડ મોબાઈલ નો વપરાશ કરે છે જે સામાન્ય માણસ પાસે પણ હોતા નથી.

દરરોજ કમાય છે આશરે ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપીયા:

સાચી રીતે જોઈએ તો આ ધંધાકીય ભિખારીઓ છે , જે ભિખારી ના વેશે ભીખ માગતા હોય છે. દરરોજ ૫૦૦ રૂપીયા આસાની થી પાડે છે. સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ તથા મંગળ તેમજ શનિવાર ના રોજ ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપીયા પ્રાપ્ત કરે છે. એક ભિખારી એ જણાવ્યુ કે તમામ ભિખારી પાસે એટલા પૈસા છે કે આરામ થી ખાય શકે. પણ આમ કરવા થી તેનો વેપાર બંધ થઇ જાય છે.

આ પણ વાંચો

જો નિયમિત આ રીતથી ૧ ચમચી મેથીના દાણા નું સેવન કરવામાં આવે તો અનેક બીમારીઓ માંથી મળશે છુટકારો

સંગઠન બનાવી રહે છે:

આ લોકો રેશન કાર્ડ , આધાર કાર્ડ તેમજ સ્માર્ટ કાર્ડ પણ ધરાવે છે. આ લોકો નુ એક સંગઠન પણ છે જેમા પ્રમુખ પણ છે. તેમા ચૂટણી થતી નથી પણ બધા ની મંજુરી થી કામ થાય છે. કોઈ પણ જાત નો બનાવ બને તો મોબાઈલ દ્વારા તમામ ને જાણ થઈ જાય છે અને થોડા જ સમય મા તમામ ભેગા થઈ જાય છે.

હપ્તાઓ આપે છે ભીખ માગવા માટે:

એક યુવાન ભિખારી એ કહ્યુ કે તેના પિતા બી એસ પી ના નગર સેવા નિગમ મા ફરજ બજાવે છે. પણ છતા ભિખ માગી ને પૈસા મેળવે છે. સાઈનાથ મંદિર તેમજ હનુમાન મંદિર પાસે ભીખ માગવા માટે હપ્તો આપવો પડે છે. તેમા નો એક ભિખારી ઈંગલિશ પણ બોલે છે અને તે ૨૫૦૦ થી ૩૦૦૦ રૂપીયા મેળવે છે.

તમને કદાચ ગમશે

Loading...