બોયફ્રેન્ડને શોધવા માટે ગર્લફ્રેન્ડે બનાવ્યું સ્પેશિયલ મૂવી ટ્રેલર

40
Loading...

Girl : બોયફ્રેન્ડે બહાર ફરવા જવાનું વચન આપ્યું હતું

વાત જાણે એમ છે કે પાઉલિના નામની યુવતીના બોયફ્રેન્ડ જ્યોર્જ ગિરોને બહાર ફરવા લઈ જવાનું અને તેનું મનપસંદ ભોજન ખવડાવવા માટેનું વચન આપ્યું હતું.

પરંતુ, આ વચન આપ્યા બાદ યુવતીના બોયફ્રેન્ડે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. અને બોયફ્રેન્ડનો જવાબ નહીં મળવાના કારણે તેને શોધવા માટે આ યુવતીએ એક ફિલ્મ જેવું ટ્રેલર જ બનાવી દીધું.

બોયફ્રેન્ડને શોધવા માટે ફિલ્મ ટ્રેલર બનાવ્યું

રસપ્રદ વાત એ છે કે યુવતીએ તેના બોયફ્રેન્ડને શોધવા માટે જે ફિલ્મ ટ્રેલર બનાવ્યું તે સોશિયલ મીડિયા પર ઘણું જ પોપ્યુલર થઈ રહ્યું છે.

આ પાઉલિના નામની યુવતીની ઉંમર 21 વર્ષની છે અને તે અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ ટ્રેલરનો આઈડિયા લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

બોયફ્રેન્ડને શોધતા કંટાળી ગઈ હતી માટે આ કર્યું

બોયફ્રેન્ડને શોધવા માટે ટ્રેલર બનાવવા વિશે આ યુવતીનું કહેવું છે કે હું મારા બોયફ્રેન્ડને શોધતા-શોધતા કંટાળી ગઈ હતી અને ત્યારે જ મને આ વીડિયો બનાવવાનો વિચાર આવ્યો.

જ્યારે તમારો બોયફ્રેન્ડ તમને ફોન, મેસેજનો જવાબ આપે નહીં તો તમે પણ આ રીતે વીડિયો બનાવી શકો છો.

લોકો આ યુવતીની પ્રશંસા કરી રહ્યા છે

બોયફ્રેન્ડને શોધવા માટે આ યુવતીએ જે મુવી ટ્રેલર બનાવ્યું તે ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આ વીડિયો અત્યારસુધી 1 લાખ 50 હજાર કરતા વધુ લોકોએ જોઈ લીધો છે. લોકો આ યુવતીની પ્રશંસા પણ કરી રહ્યા છે અને તેના આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...