જાણો એક એવી જગ્યા : જ્યાં પાણી અને ગાડી ચાલે છે ઉંધી વૈજ્ઞાનિકોએ પણ હાથ જોડ્યા પણ હજુ સુધી નથી જાણી શક્યા રહસ્ય…

60
Loading...

આજના સમયમાં વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી લીધી છે. દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની પ્રગતિથી દરેક ભારતીય અવગત છે. તેમ છતાં પણ આજે વિશ્વમાં અનેક એવા સ્થળો અને રહસ્ય એવા છે, જેને આજનું વિજ્ઞાન પણ સમજવામાં નિષ્ફળ રહ્યું છે. કુદરતના અમુક ચમત્કાર પાછળનું કારણ આજે પણ એક રહસ્ય બનીને રહી ગયું છે. આજે આ પોસ્ટમાં અમે તમને એવા જ અમુક ચમત્કારો વિશે વિગતવાર જણાવીશું..

આજે અમે કુદરતના અવાજ ચમત્કારો વિશે જણાવીશું. જે સાંભળીને તમે પણ દંગ રહી જશો. તમે હંમેશા પાણીને ઉપરથી નીચેની તરફ જોયું હશે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું, જ્યાં પાણીનો પ્રવાહ ઊંધુ વહે છે. તમને એ વાત સાંભળીને ઘણી અજુગતી લાગશે એટલું જ નહીં ઘણાં સમય સુધી તમે આ વાત પર વિશ્વાસ પણ નહીં કરી શકો. પરંતુ આ વાત એકદમ સાચી છે તો ચાલો જણાવીએ આ સ્થળ વિશે

આ જગ્યાએ ઉંધુ વહે છે પાણી :

છત્તીસગઢમાં આવેલી એક જગ્યા મૈનપાટ. જેને ત્યાંનું શિમલા કહેવામાં આવે છે. મૈનપાટ તેની કુદરતી સુંદરતા અને જનજાતિ સંસ્કૃતિને લીધે જાણીતું છે. સમુદ્ર સપાટીથી સાડાત્રણ હજાર ફૂટ ઊંચાઈ ઉપર વસેલા મૈનપાટમાં આ એક એવું સ્થળ છે જે ત્યાંના સ્થાનિકોમાં ખૂબ પ્રચલિત છે અને આ જગ્યાનું નામ છે ‘ઉલટા પાની’. આ તે જગ્યા છે જ્યાં પાણી ઊંધુ વહે છે. જણાવી દઈએ કે આ સ્થળ વિશેની માહિતી થોડા સમય પહેલાં જ સામે આવી હતી.

આવું થવાનું કારણ જાણવા માટે અત્યાર સુધીમાં અનેક વૈજ્ઞાનિક આ જગ્યા પર આવી ચૂક્યા છે. જેનો અર્થ થાય છે પાણી આપવું. અહીં પાણી રસ્તાના કિનારે ખેતર એકબીજાને અડે છે ત્યાંથી વહેતું વહેતું કુદરતના સામાન્ય નિયમોથી તદ્દન વિપરીત ઉપરની બાજુએ વહે છે. પાણીનો આ ઉલ્ટો પ્રવાહ અંદાજે 2 કિલોમીટર સુધી વહે છે. બધાને પ્રશ્ન થતો હશે કે આ ‘ઉલટા પાણી’ની શોધ આખરે થઈ કઈ રીતે? તો તમને જણાવી દઇએ કે આ ‘ઉલટા પાણી’ની શોધ કોઇ વૈજ્ઞાનિકે નહીં પરંતુ બિસરપાની પંચાયતના ગ્રામીણોએ કરી છે

વાહન પણ ચાલે છે ઊંધા :

જણાવી દઈએ કે અહીં માત્ર પાણી જ નહીં પરંતુ અહીંથી પસાર થતા રસ્તા પર જો તમે તમારી ગાડી ન્યુટ્રલમાં નાખી દો તો તે પણ આપોઆપ ઉપરની બાજુએ ચાલવા લાગે છે. બંધ ગાડીને ઘાટની તરફ આપો આપ ઉપર ચઢતી જોવાનો અનુભવ પ્રવાસીઓ માટે ઘણો રોમાંચિત કરી દેનારો બને છે.

કઈ રીતે આ ઘટના આવી સામે ? :

અહીં કોઈ પણ જમીન એવી નથી જેમાંથી પાણી નીકળતું ન હોય. અહીં જમીનમાં પાણીનું સ્તર ઘણું સારું હોવાથી ગામ લોકોને ખેતીની સિંચાઈમાં કોઈ સમસ્યા ઉભી થતી નથી. આજથી અંદાજે ચાર વર્ષ પહેલા અહીંની જમીનથી નીકળી રહેલા પાણીને ઉપર સુધી ખેતરો તથા ગામના લઈ જવાની વિચાર સાથે શેઢા તૈયાર કરાયો.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ શેઢામાંથી પાણી નીકળતાં જ એક જ ધારમાં નીચેથી ઉપરની બાજુ બીજા પારામાં પહોંચી ગયું અને ત્યારથી આ જગ્યાને ‘ઉલ્ટા પાની’ નામથી લોકો ઓળખવા લાગ્યા.

હજુ સુધી નથી મળ્યું આ ઘટનાનું કારણ :

પાણીનું આ રીતે ઉપરની તરફ વહેવું ઘણું આશ્ચર્યચકિત કરી દેતી ઘટના છે. પરંતુ તેમ છતાં પણ હજુ સુધી અહીં સુધી કોઈ રિસર્ચ ટીમ પહોંચી નથી. જો કે ભૂગોળશાસ્ત્રીઓનો અનુમાન છે કે આવું થવાનું કારણ ગુરુત્વાકર્ષણ તથા ચુંબકીય છે, પરંતુ આ માત્ર અનુમાન જ છે.

જણાવી દઈએ કે ભૂગોળ ના જાણકારો અનુસાર પાણીનો મુખ્ય કારણ ગુરુત્વાકર્ષણ હોઈ શકે છે તેમના અનુસાર ચુંબકીય ભંડારનું મહત્તમ પ્રમાણ અહીં હોવાને લીધે પાણીનું આ દિશામાં વહેણ માટે જવાબદાર હોઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...