ઓહો.. આ એક એવું ગામ છે જ્યાં ૫૫ વર્ષ થી એક પણ બાળક જન્મ્યું નથી : એવું તે વળી ક્યુ ગામ છે 😯 : તો તમે પણ જાણી જ લ્યો

46
Loading...

આપણી આસપાસ કોઈ ને કોઈ જગ્યાએ પ્રેગનેન્ટ મહિલા જોઈ હશે પણ એક એવું ગામ છે જ્યાં ૫૦ વર્ષથી એકપણ મહિલાએ બાળકને જન્મ નથી આપ્યો.હા, આ સાચી વાત છે, આખો આર્ટીકલ વાંચશો તો તમને પણ નવાઈ લાગશે. અમુક લોકો આ આર્ટીકલ વાંચીને બોલી ઉઠશે આવું તો કાંઈ થયું હશે??? અમે તમને આજના આર્ટીકલમાં મધ્યપ્રદેશના એક ગામની વાત જણાવવાના છીએ. અહીં છેલ્લા ૫૦ વર્ષમાં કોઇપણ મહિલાએ બાળકને જન્મ જ નથી આપ્યો.

તો તમને સાચી માહિતી જણાવી હોય તો એ આ મુજબ છે કે, મધ્યપ્રદેશમાં એક ગામ છે જેમાં કોઇપણ મહિલાએ છેલ્લા ૫૦ વર્ષમાં બાળકને જન્મ આપ્યો જ નથી. આ ગામના એવો રીવાજ ચાલે છે કે જયારે કોઈ મહિલાને બાળક આવવાનો સમય થાય ત્યારે તેને ગામની બહાર લઇ જવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અમે જે ગામની વાત કરી રહ્યા છીએ એનું નામ “સાંકા ગાઝીર” છે.આ ગામના પરફેક્ટ લોકેશન વિશે જાણીએ તો એ ભોપાલથી ૭૦ કે ૮૦ કિમી જેટલું દૂર આવેલ છે, જે રાજગઢ જીલ્લાનું ગામ છે.

આવું થવા પાછળનું કારણમાં અહીંના લોકોની માન્યતા એવી છે કે જો આ ગામની અંદર કોઈ બાળક પેદા થાય તો એ વિકલાંગ થાય છે.આ ગામના દરેક લોકો આવું જ માનવા લાગ્યા છે એ જ કારણે અહીં કોઈ મહિલા બાળકને જન્મ આપતી નથી. આમ જોઈએ તો લોકો આ અંધશ્રદ્ધાને માનવા લાગ્યા છે એ પાછળનું પણ એક કારણ છે – ઘણા અગાઉના વર્ષો પહેલા આ ગામમાં એક શ્યામ મંદિર હતું. આ મંદિરની પવિત્રતા જાળવી રાખવા માટે આ ગામમાં ડીલીવરી કરાવવામાં આવતી ન હતી. એટલે તો આજ સુધી આ નિયમને જાળવવા ગામની કોઈ મહિલા ઘરે બાળકને જન્મ આપવાનું ટાળે છે. વધુ ઈમરજન્સીનો કેસ બને તો પણ મહિલાને ગામની બહાર લઇ જઈને ખુલ્લા ખેતરની અંદર ડીલેવરી કરાવવામાં આવે છે.

આ પણ વાંચો : નવસારીમાં બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી : એસ.ટી. ડેપોમાં ગોઝારો અકસ્માત : ત્રણ નિર્દોષોનાં કરૂણ મરણ : જુઓ લાઈવ વિડિઓ

આ નિયમ આજ સુધી એમ જ ચાલ્યો આવે છે હવે અહીંના લોકો એવું માનવા લાગ્યા છે જો ઘરે જ ડીલેવરી કરાવવામાં આવે તો બાળક શરીરમાં કોઈ ખોટ લઈને જન્મે છે તેથી બધાને હજુ પણ ડર લાગે છે.આ એવું કારણ કહી શકાય જેને અંધશ્રદ્ધા સાથે પણ જોડી શકાય અને ખોટી માન્યતા છે એવું પણ કહી શકાય. આજના ટેકનોલોજીના યુગમાં આવું માનવું જોઈએ કે નહીં? જવાબ જો ગણીએ તો ભગવાન કોઈને પરેશાન ક્યારેય કરતા નથી તો આ ગામની મહિલા સાથે શ્યામ ભગવાનને પણ કોઈ તકલીફ ન જ હોય.

ભારત ધર્મની સંસ્કૃતિ છે પણ સાથે હજુ અમુક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે જેનો વિશ્વાસ કરવો કે નહીં એ પણ પ્રશ્ન મનમાં સતત સતાવતો રહે છે. કહેવાય છે કે વિશ્વાસ અને અંધવિશ્વાસ વચ્ચે ઘણો તફાવત છે પણ એ તો સારી રીતે જાણવા માટે આ ગામના લોકોની જ મુલાકાત લેવી પડે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...