દુનિયાની આ જગ્યાએ કોઈ નથી મરતું, એકદમ ચોંકાવનારી રહસ્યભરી જગ્યા વિશે વાંચો

84
Loading...

વિશ્વમાં ઘણા બધા એવા રીત રીવાજ હોય છે, અલગ અલગ દેશમાં અલગ અલગ રીત રીવાજ હોય છે. આ રીત રીવાજ એ વર્ષોથી જેમ છે એમ જ ચાલતા આવે છે. આજે અમે તમને એવા જ એક ગામ વિષે જણાવવાના છે જે તમે જાણશો તો તમને પણ આ રીવાજ એ વિચિત્ર લાગશે જ. તમે હેરાન થઇ જશો આ ગામના રીત રીવાજ જોઇને. તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે.

આજે અમે વાત કરવાના છે ઇન્ડોનેશિયાના એક ગામની દક્ષીણ સુલેવાસી પ્રાંતની આ વાત છે. તમને થોડો ડર પણ લાગી શકે છે આ વાંચીને. આ ગામમાં તોરાજા સમુદાયના લોકો રહે છે જે પોતાના મૃત્યુ પામેલા પૂર્વજોને તેમની કબરમાંથી કાઢે છે અને પછી તેમને નવડાવીને નવા કપડા પહેરાવે છે અને ગામમાં તેમને સન્માન પણ આપે છે.

અહિયાંના લોકો આ રીવાજને માં નેનેના નામથી ઓળખે છે. આ પરંપરા સંભાળવામાં જેટલી વિચિત્ર છે એ ખરેખરમાં એટલી વિચિત્ર છે. તમને જણાવી દઈએ કે આ પરંપરા એ વર્ષોથી ચાલી રહી છે. આ પરંપરામાં લોકો એ શબને નવા કપડા પહેરાવે છે અને પછી ફરીથી તે શબને કબરમાં મૂકી દેવામાં આવે છે. આ માન્યતા છે કે લોકો આમ કરીને પોતાના પૂર્વજોને સન્માન આપીને શ્રદ્ધા પ્રગટ કરી પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે. આ પરંપરાને દર ત્રણ વર્ષે કરવામાં આવે છે. જયારે ગામમાં કોઈના જીવનસાથીનું મૃત્યુ થાય છે તો તેનું ફરથી લગ્ન પણ કરી શકે છે પણ એ વ્યક્તિએ એકવાર માં નેનેનું આયોજન કરેલું હોય. આ આયોજનમાં મૃતકના પરિવારજનો પણ સાથે જ હોય છે.

આ પરંપરા પાછળની હકીકત

અહિયાંના લોકોનું કહેવું છે કે આ પ્રથાની શરૂઆત એ સૌથી પહેલા પોંગ રૂમસેક નામના વ્યક્તિએ કરી હતી. કહેવાય છે કે જયારે એકવાર આ વ્યક્તિ એ જંગલમાં શિકાર કરવા માટે ગયો હતો ત્યારે જેવું તેણે જંગલમાં પ્રવેશ કર્યો તો તેમણે જોયું કે એક ઝાડ નીચે એક લાશ મળી હતી અને એ લાશ એ વર્ષો જૂની હતી. જયારે તે વ્યક્તિએ શબ પાસે પહોચ્યો ત્યારે તેમણે જોયું કે એ શબના ફક્ત હાડકા જ હતા બીજું કશું જ નહોતું. ત્યાર બાદ તે વ્યક્તિએ તેના નવા પહેરેલા કપડા એ શબને પહેરાવી દીધા.

ત્યારબાદ એ વ્યક્તિએ એ શબને સુરક્ષિત અને યોગ્ય જગ્યાએ સન્માનપૂર્વક દફન કરી દીધું. આમ કર્યા પછી એ વ્યક્તિનું નસીબ પછીના દિવસથી જ બદલાઈ ગયું. એ વ્યક્તિ એ જયારે પણ શિકાર પર જાય ત્યારે તેને બહુ સરળતાથી શિકાર મળવા લાગ્યા અને તેમની કમાઈ પણ બહુ સારી થવા લાગી.

એ વ્યક્તિની ખેતી પણ પહેલા કરતા વધારે સારી રીતે થવા લાગી. તેમનું ખેતીનું કામ પણ બહુ સારી રીતે થવા લાગ્યું. તેમના જીવનમાં ખુશહાલી આવી ગઈ. લોકોનું માનવું હતું કે આમ એટલા માટે થાય છે કારણકે એ વ્યક્તિએ પેલા શબને સન્માન આપ્યું અને જે કાર્ય કર્યું એટલા માટે આવું થઇ રહ્યું છે. એ શબના આશીર્વાદના લીધે તેનું ભલું થઇ રહ્યું છે. આ કરણના લીધે જ લોકો આ પરંપરાને નિભાવે છે અને પોતાના પૂર્વજોને સન્માન એ ઈજ્જત આપીને નવા કપડા પહેરાવીને ફરીથી દફન કરી દેવામાં આવે છે.

આ પ્રકારના છોકરાઓને જોતા જ પ્રેમમાં પડી જાય છે છોકરીઓ :- છોકરીઓ જાતે કહે છે આવું

તમને કદાચ ગમશે

Loading...