અહો આશ્ચર્યમ! રાજસ્થાનમાં મૃત્યુ પામેલા વૃદ્ધ ચાર કલાક પછી જીવિત થયા

52
Loading...

કેટલીક વાર અજીબોગરીબ ચમત્કારિક ઘટનાઓ બનતી હોય છે, જેના લીધે આપણે અચંબિત થઈ જઈએ છીએ અને કેટલીક વખત વિશ્વાસ પણ નથી થતો. આવી જ એક ઘટના રાજસ્થાનના ઝૂંઝનુમાં બની છે. અહીં એક વૃદ્ધને મૃત સમજીને ગામઆખું અંતિમ દર્શન માટે આવ્યું હતું. પરિવારજનો તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારીમાં લાગ્યા હતા, પણ એ દરમિયાન કંઈક એવું થયું કે બધા અવાક થઈ ગયા.

આ ઘટના વબાઈ ગામના ખેતડી વિસ્તારની છે, જ્યાં મૃત પામેલા વૃદ્ધના આશરે ચાર કલાક પછી શ્વાસ ફરી શરૃ થઈ ગયા. વળી, વૃદ્ધ ફરી જીવિત થતાં પરિવારમાં આનંદ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ૯૫ વર્ષના બુદ્ધરામ ગુર્જર શનિવારે બપોરે મૃત્યુ પામ્યા હતા. ત્યાર બાદ ગામના બધા લોકોએ જોયું તો તેઓ મરી ચૂક્યા હતા. જેથી પરિવારના સભ્યોએ તેમના સગાં-સંબંધીઓને ફોન કરી દીધો અને અંતિમ સંસ્કાર કરવાની તૈયારીઓ કરવા લાગી ગયા.

ગામના લોકો પણ તેમનાં અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. તેમના પુત્રોએ અંતિમ સંસ્કાર માટે મુંડન પણ કરાવી લીધાં અને ઠાઠડી તૈયાર કરી લીધી. બસ અર્થી ઉઠાવવાની જ વાર હતી, ત્યાં પરિવારવાળાઓએ જોયું કે બુદ્ધરામના શરીરમાં થોડી હલચલ થઈ, ત્યારે પરિવારવાળાઓએ તેમને ઢંઢોળ્યા તો તેમના શ્વાસ શરૃ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમના મોઢા પર પાણી છાંટવામાં આવ્યું, જેથી તેઓ ફરી જીવિત થઈ ગયા અને બધાને ઓળખી કાઢયા અમારા માટે આ દિવાળી ખુશીઓની છે. મારા પિતાનું મૃત્યુ થતાં અમે દિવાળી ઊજવવાના નહોતા, પણ પિતા ફરી જીવિત થતાં અમે આ દિવાળી બેવડા ઉત્સાહથી ઊજવીશું, એમ બુદ્ધરામના પુત્ર રણજિત (૫૫)એ કહ્યું હતું.

માતા લક્ષ્મીના આ મંદિરમાં દિવાળી પર મળે છે ઘરેણાંઓનો પ્રસાદ

તમને કદાચ ગમશે

Loading...