સિમ્બાને મળ્યું ધમાકેદાર ઓપનિંગ, જાણો પહેલા દિવસ ની કમાણી?

37
Loading...

સિમ્બાને જોરદાર પ્રતિસાદઃ

રોહિત શેટ્ટીએ જ્યારથી રણવીર સિંહને લઈને સિમ્બા બનાવવાની જાહેરાત કરી ત્યારથી આ ફિલ્મ પર બધાની નજર હતી.

ફિલ્મ મેકર્સે વચન આપ્યું હતું કે આ ફિલ્મ જબરદસ્ત એક્શન મસાલા એન્ટરટેનર હશે અને ફિલ્મ એવી જ બની છે.

વિવેચકોને તો આ ફિલ્મ ગમી જ છે પણ ફિલ્મને દર્શકોનો પણ જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.

બમ્પર ઓપનિંગઃ

સિમ્બાને પહેલા દિવસે બોક્સ ઑફિસ પર જબરદસ્ત ઓપનિંગ મળ્યું હતું અને તે પહેલા જ દિવસે 22 કરોડ કમાઈ ગઈ હતી.

ફિલ્મ આ જ સ્પીડ પર કમાણી કરશે તો ત્રણ-ચાર દિવસમાં તેનુ બજેટ કાઢી જશે. ફિલ્મ લગભગ 90 કરોડના ખર્ચે બની છે.

રણવીર સિંહને ફળ્યુ વર્ષઃ

રણવીર સિંહને આ વર્ષ ખરેખર ફળ્યું છે. આ વર્ષે જાન્યુઆરીમાં રીલીઝ થયેલી પદ્માવતમાં અલ્લાઉદ્દીન ખિલજીના પાત્ર માટે તેને ઘણી સરાહના મળી હતી.

વર્ષના છેલ્લા મહિનામાં તેની સિમ્બાને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વર્ષે તે લેડી લવ દીપિકા સાથે પણ લગ્નના બંધને બંધાઈ ગયો હતો.

ઑફિશિયલ રિમેકઃ

સિમ્બા તેલુગુ હિટ ટેમ્પરની ઑફિશિયલ રિમેક છે જેમાં રણવીર સિંહ અનૈતિક પોલીસ ઑફિસર સંગ્રામ ભાલેરાવનો રોલ ભજવે છે.

તે જેને નાની બહેન માનતો હોય છે તે 19 વર્ષની મેડિકલ સ્ટુડન્ટ પર રેપ થતા તેનું જીવન બદલાઈ જાય છે.

કેમિયોને કારણે ચર્ચાઃ

ફિલ્મ અજય દેવગણના કેમિયોને કારણે પણ ચર્ચામાં છે જેમાં તે બાજીરાવ સિંઘમના રોલમાં જોવા મળે છે.

ફિલ્મમાં અક્ષય કુમારનો પણ કેમિયો છે. ગોલમાલની સ્ટારકાસ્ટ આંખ મારે ગીતમાં જોવા મળે છે.

ઝીરોની મુશ્કેલી વધશેઃ

આ ફિલ્મમાં સોનુ સૂદ અને આશુતોષ રાણા અગત્યના રોલમાં છે. શાહરૂખની ઝીરોને વિવેચકો અને દર્શકોનો નબળો પ્રતિસાદ મળી રહ્યો છે.

175 કરોડના ખર્ચે બનેલી ઝીરો હજુ 100 કરોડે પણ નથી પહોંચી શકે. એવામાં સિમ્બાની રીલીઝ બાદ શાહરૂખની ફિલ્મની મુશ્કેલીઓ હજુ પણ વધી શકે છે.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...