અક્ષયકુમાર ની ન્યૂ મૂવી કેશરી નું પોસ્ટર રીલેઝ : વધુ માહિતી માટે લિંક પર ક્લિક કરો

104
Loading...

ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી ફિલ્મ kesri ફર્સ્ટ પોસ્ટર બુધવારે રિલિઝ થયું હતું. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની આ ફિલ્મ છે.

ફિલ્મ kesri બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત છે. આ કથા પરથી અજય દેવગણ પણ એક ફિલ્મ બનાવી રહ્યા હોવાની વાતો વહેતી થઇ હતી. જો કે એ ફિલ્મની ઔપચારિક જાહેરાત હજુ થઇ નથી.

Kesri poster

kesri આવતા વરસે રજૂ થવાની છે. આ પોસ્ટર પરથી ટ્રેડ પંડિતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ૨૦૧૯નું વર્ષ પણ અક્ષય કુમાર માટે લકી સાબિત થાય તો નવાઇ નહીં.

ચાલુ વરસે રજૂ થયેલી અક્ષયની બંને ફિલ્મો પેડમેન અને ગોલ્ડ હિટ નીવડી હતી. આ બંને ફિલ્મો દર્શકો અને સમીક્ષકો બંનેને ગમી હતી.

આવતા સપ્તાહે અક્ષયની સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથેની ફિલ્મ ૨.૦ રજૂ થવાની છે જેમાં પહેલીવાર અક્ષયે નેગેટિવ કહેવાય એવો રોલ કર્યો છે.

૧૮૯૭માં દસ હજાર અફઘાન હુમલાખોરો સામે ફક્ત ૨૧ શીખ સૈનિકોએ જોરદાર લડાઇ આપી હતી. જો કે મોટાભાગના શીખ સૈનિકો શહીદ થઇ ગયા હતા. આ લડાઇ ઇતિહાસમાં બેટલ ઑફ સારગઢી તરીકે ઓળખાય છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર હવાલદાર ઇશર સિંઘનો રોલ કરી રહ્યો છે

દરરોજ નવું જાણવા માટે અમારું પેજ લાઈક કરો

તમને કદાચ ગમશે

Loading...