Andhadhun મુવી રીવ્યૂ : અંધ માણસની જબરદસ્ત રમત : વધુ જાણો

87
Loading...

Andhadhun

અમારી રેટિંગ : ૩.૫/૫

કલાકાર : આયુષ્યમાન ખુરાના , રાધિકા આપ્ટે, તબુ
ડિરેક્ટર : શ્રીરામ રાઘવન
મૂવી ટાઈપ : થ્રિલર, કૉમેડી, સસ્પેન્સ
ટાઇમ : 2 કલાક 20 મિનિટ

બોલિવૂડની ફિલ્મોમાં સસ્પેન્સ મૂવી તો ઘણી બધી બની ચુકી છે, પણ છેલ્લી ઘડી સુધી જકડી રાખનાર અંધાધુન ની વાર્તા કંઈક હટકે છે. દૃશ્યમ મૂવી થી આકર્ષિત કરનાર શ્રીરામ રાઘવન આયુષમાન ખુરાના અને તબુ દ્વારા એક અથવા બે વખત નહિ, પરંતુ  વારંવાર આશ્ચર્યચકિત કર્યાં છે. મૂવી માં કાલા ચશ્માં લગાડી રાખનાર આકાશ (આયુષ્યમાન ખુરાના) ને ઓળખવો નામુમકીન છે. જેના કારણે તમે છેલ્લા સીન સુધી રાહ જોશો. તબુનું પાત્ર પ્રેક્ષકોમાં રોમાંચ અને સસ્પેન્સ જાળવશે. રાધિકા આપ્ટે ઓછા સીનમાં વધુ અસરકારક લાગે છે . મૂવી ની શરૂઆત થી છેલ્લે સુધી તમને કંઈક ને કંઈક ચોંકાવનારા સીન જોવા મળશે.

ફિલ્મની વાર્તા પુણેમાં અંધ વ્યક્તિ આકાશ (Ayushman khurana) સાથે શરૂ થાય છે,  જે તેની આંગળીઓ દ્વારા પિયાનો પર ધૂન શોધે છે. કાળો ગોગલ્સ પાછળની પિયાનો વગાડવામાં માસ્ટર આકાશ અચાનક સોફી (રાધાિકા આપ્તે) ને મળે છે. સોફી તેના પિતાના રેસ્ટોરન્ટમાં આકાશ ને કામ આપે છે. આ પછી, બંને એકબીજાના નજીક આવે છે, પરંતુ તે દરમિયાન, અચાનક એક પ્રખ્યાત જૂના સમયના અભિનેતા પ્રમોદ સિન્હા (અનિલ ધવન) મળે છે. તેને પોતાની પત્ની સિમ્મી (તબુ) ને એનિવર્સરી પર પિયાનો વગાડીને સરપ્રાઈઝ દેવા માટે આકાશ ને પોતાના ઘરે બોલાવે છે. અહીંથી વાર્તા માં ટવિસ્ટ ને ટર્ન્સ આવે છે અને આખી વાર્તા ઉંધી પડે છે.

સ્ક્રિપ્ટ ચુસ્ત હોવાના કારણે તમે ફિલ્મ ના પ્રથમ ભાગ એક મટકું પણ નહિ મારવા દેશે, પરંતુ બીજા હાફ માં વાર્તા થોડી ખેંચાતી હોઈ તેવું લાગે છે. જોકે કલાઇમૅક્સ નો ડોઝ તમને ખુરશી પકડી ને બેસી રેવા માટે મજબુર કરી દેશે. રાધિકા, આપ્ટે ફિલ્મમાં રોમાન્સ નો તડકો નાખવાનું કામ કરશે જ્યારે સામે આયુષ્યમાન ખુરાના અને તબુ થ્રિલર,સસ્પેન્સ અને ટવિસ્ટ & ટર્ન તથા કૉમેડી નો ભરપૂર દેતા નજરે પડશે.

અંધાધૂન મૂવીના મોટાભાગના ગીતો અમિત ત્રિવેદી દ્વારા ગાવામાં આવે છે, જે આ ફિલ્મ સાથે ચાલે છે. ગીતો ક્યારે આવ્યા અને ક્યારે ગયા તે તમે જાણશો નહીં. બેકગ્રાઉન્ડ સ્કોર ની વાત કરીયે તો તે સસ્પેન્સ ને રહસ્યમય બનાવામાં ઘણો મદદરૂપ થાય છે.

Ayushmann Khurrana હંમેશની જેમ આ મૂવી માં પોતાને પ્રુવ કર્યો છે. તે જ રીતે, ‘દૃશ્યમ’ ફિલ્મ ની જેમ ‘અંધાધુન’ માં તબુએ એક ભવ્ય ભૂમિકા ભજવી છે. થ્રિલર,સસ્પેન્સ અને ટવિસ્ટ & ટર્ન તથા કૉમેડી નો ડોઝ તમને ગમતો હોઈ તો આ મૂવી તમને ગમશે.

આ પણ જાણો : LOVEYATRI મુવી રીવ્યૂ: વારીના હુસૈન, આયુશ શર્માનો ડેબ્યુટ : પૈસા વસુલ છે કે નહિ ? જાણો

 

તમને કદાચ ગમશે

Loading...