મૂવી રિવ્યુઃ રહસ્યમય વિશ્વમાં લઇ જાય છે ફિલ્મ બજાર, મળે છે આટલા સ્ટાર

76
Loading...

અમારી રેટિંગ  : 3/5

કલાકાર :  સૈફ અલી ખાન, ચિત્રાગંદા સિંહ , રાધિકા આપ્ટે, રોહન મહેરા

નિર્માતા : નિખિલ અડવાણી

મૂવી ટાઇપ :  વ્યાપાર, ગુના, ડ્રામા

bazaar

આજે રિલીઝ થયેલ ફિલ્મ બજારમાં શેરબજારના નાના-મોટા દાવપેચ અને ઉઠા-પટક વિશે દર્શાવ્યું છે. સૈફની ભૂતકાળની ફિલ્મો માં, આ તેની સૌથી અવેટેડ ફિલ્મ માનવામાં આવે છે. નેટફિક્સની વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ માં મજબૂત દેખાવ કર્યો છે, જેથી તેના ચાહકોની અપેક્ષાઓ વધી છે. ગૌરવ કે. ચાવલાની ના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મ મુંબઈના શેરબજાર પર આધારિત છે. ફિલ્મમાં સૈફ એક ગુજરાતી ઉદ્યોગપતિ શુકન કોઠારીનું પાત્ર ભજવે છે, જેનો હેતુ માત્ર પૈસા કમાવાનો છે. સાચું કે ખોટું, કોઈપણ રીતે, તેને બસ પૈસા કમાવા છે.

શકુન વિશે વાત કરીએ તો, તે પૈસાના માર્ગમાં આવતા સંબંધને દૂર કરવામાં જરા પણ શરમાતો નથી. રિઝવાન અહમદ (રોહન મહેરા) જે શકુનને દૂર અલ્હાબાદથી એક વ્યવસાયી તરીકે જુએ છે, તેને પોતાનો આઇડલ માને છે. રીઝવાનને શેરબજારમાં શકુન સાથે કામ હોઈ છે અને તેના જેવા બનવું હોઈ છે. આ સ્વપને મુંબઈ આવે છે. અહીં તે શકુન સાથે કામ કરવાનું શરૂ કરે છે. પરંતુ તે તેના દ્વારા બનાવવામાં આવેલા ફંદામાં ફસાઈ જાય છે. હવે તે કેવી રીતે બહાર આવે છે અને શકુનથી આગળ વધે છે, તેના માટે તમારે મૂવી જોવાની રહેશે. આ ફિલ્મ બજારના વેપાર, નાણાં અને શક્તિના આધારે બજારમાં થતી વધઘટ અને અને તેની બારીકીઓ વિશે દર્શાવે છે.

ફિલ્મમાં ક્રુઝ, વિદેશી લોકેશન, મોંઘા હોટલ, ઉચ્ચ ઇમારતોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે, આખું વાતાવરણ એશો-આરામના જીવનની ઝાંખી દર્શાવે છે. પરંતુ આ વૈભવી જીવન વચ્ચે, શકુન કોઠારી પોતાની ફ્રોડ છબી સાથે લડતો હોઈ છે, જે સૈફે સારી રીતે નિભાવી છે. સૈફની ગુજરાતી બોલી થી માંડી ને તેનું કુટિલ સ્મિત બધું પ્રભાવશાળી લાગે છે . સૈફ તેના હાવભાવ પર થી સાબિત કરે છે કે તે ખરેખર માન ને પાત્ર છે . સૈફ ઉપરાંત, રાધિકા આપ્ટે નો અભિનય પણ પ્રભાવશાળી છે. ચિત્રાગંદા તેની મર્યાદિત સ્ક્રીન માં પણ સંપૂર્ણ અસરકારક છે. તેમણે એક વિશિષ્ટ પરિવારમાં જન્મેલી મહિલાની ભૂમિકા સાથે સંપૂર્ણ ન્યાય કર્યો છે. માતાના રોલમાં પણ તે ફિટ છે. હા, રોહન મહેરાએ થોડી મેહનત ની જરૂર છે. તેમની અભિવ્યક્તિઓ થોડા નબળા લાગે છે.

ફિલ્મની સિનેમેટોગ્રાફી અને આર્ટ ડિરેકશન જબરદસ્ત છે. જેના હિસાબે તમે ફિલ્મની ઉચ્ચ જીવનશૈલીને જોવા સાથે તેનો અનુભવ કરવા માટે સક્ષમ છો. આ સિવાય, ગીત-સંગીત પણ સારું છે, જેના વગર બોલીવુડની ફિલ્મોનું આપડે ઈમેજીનેશન ના કરી શકીએ. સંગીત અને ગીતો વિશેની એક સારી વાત એ છે કે તેઓ યોગ્ય સમયે આવે છે, જેથી પ્રેક્ષકો આ પરિસ્થિતિમાં અસ્વસ્થતા નો અનુભવ ના થાય. હા, એક ગીતની શરૂઆતમાં આ પ્રકારની સ્થિતિ હોવાનું જણાય છે, પરંતુ ગીતની સુંદરતા તેની સંભાળી લે છે. યો યો હની સિંહ, બિલાલ સઈદ, કનિકા કપૂર અને અમાલ મલિક આ ફિલ્મના ગીતો સાથે સંકળાયેલા છે. તમે આ પર થી સમજી શકો છો કે સંગીત કેવું હશે!

ગૌરવ કે. ચાવલાએ નિર્દેશન માં સારો દેખાવ કર્યો છે. ખાસ કરીને સ્પર્શ જે ફિલ્મને આપવાનો હતો તે બજારની સટ્ટાબાજીમાં ફીટ દર્શાવવાનું હતું. બજાર ના ફર્જીવાળા નો સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસમાં ફિલ્મ ઉભરે છે. તેના થી સારી વાત કોઈ દિગ્દર્શક માટે શું બની શકે છે કે તે પ્રેક્ષકો સુધી જે પહોંચાડવા માંગે છે,તેમાં એ સફળ છે. ફિલ્મ મનોરંજનથી સમૃદ્ધ છે અને સપ્તાહાંતમાં બજાર તમારા માટે અસરકારક ટાઇમપાસ હોઈ શકે જો તમે યોગ્ય ટાઇમપાસ ની શોધ માં છો.

આ પણ વાંચો

જો તમે શિમલા ફરવા જવાનો પ્લાન બનાવતા હોય તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે…

તમને કદાચ ગમશે

Loading...