બીગ બોસનો આજથી પ્રારંભ થશે, જાણી લો કોણ છે સ્પર્ધકો

વિવાદાસ્પદ રિયાલીટી શો Bigg boss ની સીઝન 12ની આજથી શરુઆત થશે.આ વખતે શોમાં કઈ સેલિબ્રીટીઝ સામેલ થશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે ત્યારે એક અટકળ પ્રમાણે આ બાર સેલિબ્રિટીઝ શોમાં જોવા મળશે.જેમના નામ નીચે પ્રમાણે છે.

1. Bigg boss :દિપિકા કક્ડડ ઈબ્રાહિમ

ટીવી શો સસુરાલ સિમરકામાં સિમરની ભૂમિકા નિભાવી છે.એ પછી તાજેતરમાં તેણે ટીવી સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે.આ માટ તેણે પહેલા પતિ સાથે છુટાછેડા લીધા છે.

2. Bigg boss:નેહા પેંડસે

મરાઠી અને કોમેડી શોની લોકપ્રિય અભિનેત્રી છે.મે આઈ કમ ઈન મેડમ શોથી લોકપ્રિય થઈ છે.

3. Bigg boss-કરણવીર બોહરા

લોકપ્રિય ટીવી એક્ટર છે.12 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં છે.શરારત, કસોટી જિંદગી કી, કુબૂલ હે જેવી સિરિયલમાં અભિયન કર્યો છે.

4. સૃષ્ટિ રોડે

ટીવી અભિનેત્રી છે.શોભા સોમનાથ કી અને ઈશ્ક હૈ જેવી સિરિયલોમાં કામ કર્યુ છે.

5. અનુપ જલોટા

જાણીતા ભજન ગાયક છે.અનુપ જલોટાની ભૂમિકા રસપ્રદ રહેશે.

6. જસલીન મઠરુ

સિંગર અને પરફોર્મર જસલીન જલોટાની જ શિષ્ય છે.શોમાં તે જલોટા સાથે જોડી જમાવશે.

7. કીર્તિ વર્મા

રોડીઝ નામના શોમાં ભાગ લઈ ચુકી છે.કીર્તિ જીએસટી ઓફિસર છે.

8. સુરભી રાણા 

રોડીઝ નામના શોમાં ભાગ લઈ ચુકી છે.સુરભિ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે.

9. રોશમી બનિક અને મિતલ જોશી

બંને કોમન મેનનુ પ્રતિનિધિત્વ કરશે.રોશની કલકાતામાં મેનેજમેન્ટ કંપની ચલાવે છે અને મિતલ મેકઅપ આર્ટિસ્ટ છે.

10. દિપક ઠાકુર અને ઉર્વશી વાણી

દિપક અને ઉર્વશી બોયફ્રેન્ડ-ગર્લ્ ફ્રેનડ છે.દિપક ભોજપુરી સિંગર છે અને ઉર્વશી બિહારમાં જાણીતી ગાયિકા છે.

11. શિવાશીષ મિશ્રા અને સૌરભ પટેલ

 

ભારતના ગામડાઓના પ્રતિનિધિ તરીકે આ જોડી જોવા મળશે.આમ આદમીનુ પ્રતિનિધિત્વ કરશે.તેઓ ફાર્મર અને બિઝનેસમેન છે

12. સભા ખાન અને સોમી ખાન


બંને બહેનો છે અને જયપુર છે.તેઓ પણ કોમન મેનનુ પ્રતિનિધિત્વ કરશે.

13. રોમિલ ચૌધરી અને નિર્મલ સિંહ

રોમિલ હરિયાણામાં વકીલ છે અને તેમના જોડીદાર નિર્મલ સિંહ પોલિસમાં છે.