અનૂપ જલોટા-જસલીન પછી અન્ય બે સ્પર્ધકો વચ્ચે પાંગર્યો પ્રેમ : જાણો વધુ

109
Loading...

વિવાદાસ્પદ શો Bigg Boss ની 12મી સીઝન જોડીયોમાં છે. જોકે મોટાભાગે અત્યારસુધી એવું જ જોવા મળ્યું છે કે શોમાં આવ્યા બાદ ઘણા સિંગલ સ્પર્ધકો પોતાની જોડી બનાવી જ લે છે. તાજેતરમાં Bigg Boss નો એક પ્રોમો સામે આવ્યો છે જે જોઈને લાગે છે આ ઘરમાં બે સ્પર્ધકો વચ્ચે લવ સ્ટોરીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વાત કલર્સ દ્વારા રીલિઝ કરવામાં આવેલા એક વીડિયોમાં પુરાવા સહિત જોવા મળે છે.

બિગ બોસના ઘરમાં પુલ પર મસ્તી કરતા જોવા મળ્યા સ્પર્ધકો

– પ્રોમોને કલર્સના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં કૃતિ વર્મા અને શિવાશીષ મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.
– વીડિયોમાં જોઈ શકાય છે કૃતિએ શિવાશીષને પૂલમાં ધક્કો માર્યો હતો. જે પછી શિવાશીષ બહાર આવે છે, આ જોઈને કૃતિ ભાગવા લાગે છે અને શિવાશીષ તેને પકડવાનો પ્રયાસ કરે છે.
– વીડિયોમાં જોઈ શકાય છે કે, આ સમયે શિવાશીષ કૃતિને માફી માગવા કહે છે. તેઓ બંને ઘણા ખુશ જોવા મળે છે અને આ ક્ષણોને માણી રહ્યાં હોય છે. બીજી તરફ પુલમાં રોશમી પણ જોવા મળે છે.

સલમાને સંબંધો પર કર્યો હતો મજાક

– કૃતિ અને શિવાશીષની મિત્રતા પર સલમાન ખાન ‘વિકેન્ડ કા વાર’માં મજાક કરી ચૂક્યો છે. જોકે કૃતિએ સલમાનને કહ્યું હતું કે, તેઓ ખાલી મિત્રો જ છે.
– વીડિયોમાં જોઈ શકાય છે કે, કૃતિ ઘરની Bigg Boss ની અંદર આવી અન્ય સ્પર્ધકોને આ અંગે વાત કરે છે. કૃતિ કહે છે કે, તેનો માઈક પલળી ગયો છે. રોશમ પૂલમાં પડી અને તેણે શિવાશીષને પૂલમાં ધક્કો માર્યો હોવાનું જણાવે છે. આ સમયે જસલીન માઈક બગડ્યાની વાત કરે છે, જ્યારે કૃતિ કહે છે તેણે કદાચ તે પહેર્યું જ નથી.
– સોમી કૃતિને કહે કે, શિવાશીષને ધક્કો માર્યો ત્યારે તેણે માઈક પહેરેલું હોય છે, જેની પર સબા સોમીને કહે છે કે, હવે ઠપકો સાંભળવાનો વારો આવશે. જે પછી કૃતિ રડવા લાગે છે અને કરણ તથા શિવાશીષ તેને શાંત પાડે છે. વીડિયોમાં શિવાશીષ અને કૃતિ વાત કરતા પણ જોવા મળે છે.

શાઓમીના MI TVને ટક્કર આપવા જર્મન કંપનીએ લોન્ચ કર્યા 8 LED TV : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...