આ સ્કૂલમાં ભણે છે બોલિવુડના સ્ટાર્સના કિડ્સ : એડમિશન માટે સામાન્ય માણસે પોતાનું ઘર વ્હેચવું પડે

22

મોટાભાગના બોલિવુડના સ્ટાર્સના બાળકો ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. 15 વર્ષ પહેલા આ સ્કૂલની સ્થાપના બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ કરી હતી. 7 માળની આ સ્કૂલ બાન્દ્રા ઇસ્ટના બીકેસી કોમ્પેલેક્સમાં છે. આ સ્કૂલમાં એલકેજીથી 10માં સુધીની ક્લાસ છે. તમને જણાવી દઇએ કે ,આ સ્કૂલમાં એડમિશન માટે 24 લાખ રૂપિયાની ફી આપવી પડે છે. આ ફીમાં સેન્ટ્રો, મારુતિ ડિઝાયર,સ્વિફ્ટ, સેલેરિયો, આઈ 10 જેવી કાર્સ ખરીદી શકાય છે.

સ્કૂલની વાર્ષિક ફી પણ છે લાખોમાં…

– એલકેજીથી 7માં ધોરણ સુધી ફી- 1 લાખ 70 હજાર રૂપિયા છે.
– 8માં ધોરણથી 10માં ધોરણ સુધી (ICSE બોર્ડ) ફી- 1 લાખ 85 હજાર રૂપિયા છે.
– 8માં ધોરણથી 10માં ધોરણ સુધી (IGCSE બોર્ડ) ફી- 4 લાખ 48 હજાર રૂપિયા છે. (એક રિપોર્ટ અનુસાર)

આ સ્ટાર્સના બાળકો ભણે છે અહીં…

Loading...

– અંબાણીની સ્કૂલમાં શાહરૂખ ખાનનો દિકરો અબરામ, આમિર ખાનનો દિકરો આઝાદ, ઐશ્વર્યા રાયની દિકરી અરાધ્યા, રીતિક રોશનના બાળકો ઋુહાન અને ઋુદાન રોશન, કરિશ્મા કપૂરનો દિકરો કિયાન, લારા દત્તાની દિકરી સાયરા ભૂપતિ સહિત અન્ય સ્ટાર્સના બાળકો અહીં ભણે છે. આ સિવાય શાહરૂખનો દિકરો આર્યન અને સૈફ અલી ખાનનો દિકરો ઇબ્રાહિમ અહીંયાના સ્ટૂડન્ટ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : VADODARA FINANCE COMPANY ના માલિકે કહ્યું, મારી સાથે શરીર સંબંધ રાખીશ તો દર 3 મહિને પગાર વધારીશ

સ્કૂલમાં મળતી ફર્સ્ટ ક્લાસ સુવિધાઓ

– સ્કૂલમાં કોમ્પ્યૂટર અને સાયન્સ લેબ, ડોક્ટર્સ-નર્સની ટીમ, મેડિકલ સેન્ટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સ્કૂલની લાઈબ્રેરીમાં 38200 જેટલા પુસ્તકો છે. સંપૂર્ણ કેમ્પસમાં વાઈફાઈ સુવિધા છે, આધુનિક કિચન અને 2 ડાઈનિંગ હોલ સાથે કાફેટેરિયા પણ છે.ધીરૂભાઈ અંબાણી સ્કૂલની ગણતરી મુંબઈની ટોપ ટેન સ્કૂલમાં થાય છે. આ સ્કૂલનાં ચેરપર્સન મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી જ સ્કૂલનું દરેક કામકાજ જુએ છે.સ્કૂલમાં ક્રિકેટ, બાસ્કેટ બોલ, ફુટબોલ પ્લે ગ્રાઉન્ડ્સની સુવિધા પણ છે.

તમને કદાચ ગમશે

Loading...