સાઈના નેહવાલના અવતારમાં જોવા મળી શ્રદ્ધા કપૂર, First Look થયો જાહેર:જુઓ લૂક

ભૂષણ કુમારના પ્રોડક્શન અને અમોલ ગુપ્તેના ડિરેક્શનમાં બની રહેલી સાયના નેહવાલની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ માટે શ્રદ્ધા કપૂરે બેડમિન્ટની ઘણી પ્રેક્ટિસ કરી છે. શ્રદ્ધાએ જણાવ્યું કે,‘આ બાયોપિકની તૈયારીમાં અત્યારસુધી 40 બેડમિન્ટન ક્લાસિસ લઈ ચૂકી છું. આ ઘણી મુશ્કેલ રમત છે પરંતુ હું તેની મજા માણી રહી છું. કોઈ સ્પોર્ટસમેનના જીવનમાં ડોકિયું કરવું એક અદભુત અનુભવ હોય છે. સાયનાની કહાની ઘણી રસપ્રદ છે. જે તેણે ગુમાવ્યું, ઈજાઓનો સામનો કર્યો અને તેના વિજય સુધી બધુ જ.’

શ્રદ્ધાએ જણાવ્યો ‘સાઈના’ બનવાનો અનુભવ:

– શ્રદ્ધાએ જણાવ્યું હતું કે,હું સાયનાને થયેલી ઈજાઓને પોતાના સાથે રિલેટ કરી શકું છું, પરંતુ આ બધી બાબતો વચ્ચે તેણે પોતાનું ફોક્સ ગુમાવ્યું નહી અને આ જ સૌથીવધુ પ્રેરિત કરનાર બાબત છે.’
– ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની તૈયારીઓ માટે શ્રદ્ધાએ મહિનાઓ સુધી સવારે 6 વાગે ઉઠી પ્રેક્ટિસ કરી છે. શ્રદ્ધા કપૂર આ પહેલા રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘સ્ત્રી’માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહેતા 100 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી છે.
– તાજેતરમાં જ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલૂ’ રીલિઝ થઈ છે. સામાજીક મુદ્દાઓ પર આધારિત શાહિદ કપૂર  અને શ્રદ્ધા સ્ટારર ફિલ્મે પ્રારંભિક 4 દિવસોમાં 26 કરોડથી વધુની કમાણી કરી છે.

 

તમને કદાચ ગમશે