160 કરોડના લક્ઝૂરિયાસ બંગલામાં રહે છે,બચ્ચન પરિવાર,10 હજાર સ્કે.ફૂટમાં ફેલાયો છે બંગલૉ,જાણો વધુ

71
Loading...

અમિતાભ બચ્ચનનો 12 ઓક્ટોબરના રોજ 76મો જન્મદિવસ છે. અનેક સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરનાર અમિતાભ બચ્ચન મુંબઈના જૂહુના લક્ઝૂરિયસ બંગલા જલસામાં રહે છે. 10 હજારથી વધુ સ્કેવર ફૂટમાં ફેલાયેલા આ બંગલાની કિંમત 160 કરોડ રૂપિયા છે. બિગ બીના આ બંગલાનું ઈન્ટિરિયર પણ કમાલનું છે. બંગલામાં ચાંદીના શોપીસ તથા એન્ટિક પેઈન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. આટલું જ નહીં બંગલાના ફ્લોરિંગ તથા સિલિંગને પણ તંજોર પેઈન્ટિંગ્સથી સજાવીને રાખ્યું છે.

અમિતાભના બંગલામાં એક દિવાલ એવી પણ છે, જેમાં અમિતાભના નાનપમથી લઈને અત્યાર સુધીના પોટ્રે્ટ છે. આ ફોટોમાં બિગ બી માતા તેજી બચ્ચન, પિતા હરિવંશરાય બચ્ચન, પત્ની જયા, સંતાનો અભિષેક-શ્વેતા, પુત્રવધૂ એશ સાથે જોવા મળે છે.

બંગલાનું ફ્લોરિંગ ઈટાલિયાન માર્બલનું છે. તો બાથરૂમ ફિટિંગ્સ ફ્રાંસ તથા જર્મનીથી મંગાવવામાં આવ્યા છે. દરેક રૂમને અલગ થીમ પર ડેકોરેટ કરવામાં આવ્યા છે. ડ્રોઈંગ રૂમથી લિવિંગ એરિયાને ઘણી જ સારી રીતે ડેકોરેટ કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

તમને કદાચ ગમશે

Loading...