સૈફ અલી ખાન, નવાઝુદ્દીન સિદ્દીકીની વેબ સીરીઝ ‘Sacred games’ ની પહેલી સીઝન સુપર હિટ રહી હતી. નેટફ્લિક્સની સીરીઝને લોકો ઘણી જ પસંદ કરી રહ્યા છે. હવે તેની બીજી સીઝન પણ આવવાની છે.
Sacred games-2 ના ટીઝરથી આ વાતનો સંકેત મળી રહ્યો છે કે ગણેશ ગાયતોંડેનું કેરેક્ટર બીજી સીઝનમાં પણ પોતાનો જલવો તેવો જ રાખશે. વોઇસઓવર દ્વારા ગણેશ ગાયતોંડે પોતાને એકમાત્ર ભગવાન ગણાવે છે. એક ડરાવે તેવી હસીની સાથે ટીઝરના અંતમાં સંવાદ બોલાયો છે કે તે એ જણાવવા માટે પૂરતું છે કે આ વખતની સીઝન પણ સસ્પેન્સથી ભરેલી હશે. ડાયલોગ છે કે આ વખતે ભગવાન પણ પોતાની જાતને બચાવી નહીં શકે.
વેબ સીરીઝમાં પોતાના કિરદાર અંગે એક ઇન્ટરવ્યૂમાં ઘણાં અનુભવ કહે છે. તેમણે કહ્યું હતું કે, “મને નથી લાગતું કે મારી ભૂમિકામાં કોઇપણ રીપીટેશન છે. જે લોકો તે કહે છે કે એક જેવું જ પાત્ર હું કરી રહ્યો છું, તો તેઓ આ ખોટો શબ્દ વાપરી રહ્યાં છે. મેં અત્યાર સુધી કરેલા સભી માફિયા કિરદારોમાંથી ગણેશ ગાયતોંડેનું પાત્ર એકદમ અલગ છે.”
‘Sacred games’ને અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણીએ ડિરેક્ટ કરી છે. સૈફ અને નવાઝ ઉપરાંત આ સીરિઝમાં રાધિકા આપ્ટે, રાજશ્રી દેશપાંડે અને સુરવીન ચાવલા પણ જોવા મળી હતી. આ સીરિઝ 6 જુલાઈના રોજ રીલિઝ થઈ હતી.