દીપિકા અને રણવીર પરણશે, લિક થઈ લગ્નની તારીખ : જાણો તાજા સમાચાર

102
Loading...

બી-ટાઉનમાં ટોપ સ્ટાર્સના લગ્ન હાલ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા અને સોનમ કપૂરના ગ્રાન્ડ વેડિંગ બાદ વધ એક બોલિવુડ કપલના લગ્ન ચર્ચામાં આવ્યા છે. વાત થઈ રહી છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. લાંબા સમયથી ચર્ચા છે કે, બંને આ વર્ષના અંતમાં લગ્ન કરવાના છે. હવે તેમની વેડિંગ ડેટ સામે આવી ગઈ છે.

સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રણવીર-દીપિકાના લગ્ન 18થી 20 નવેમ્બરની વચ્ચે થશે. વેડિંગ ડેટ 19 નવેમ્બર હોવાનું કહેવાય છે. સૂત્રોનું કહેવું છે કે, બંનેના લગ્ન મુંબઈમાં થશે.

દીપિકાએ લગ્નની શોપિંગ પણ શરૂ કર્યાનું ચર્ચામાં છે. જોકે, બંને એક્ટર્સ લગ્નનના સમાચારને અફવા બતાવી રહ્યાં છે. પંરતુ સતત આવી રહેલા રિપોર્ટસ કહે છે કે, પાવરફુલ કપલ જલ્દી જ પરણી શકે છે. હાલમાં જ સોનમ કપૂરે પણ એમ કહ્યું હતું કે, તેમનો પરિવાર બંનેના લગ્ન જલ્દી થાય તેવી રાહ જોઈ રહ્યાં છે.

થોડા સમય પહેલા જ દીપિકાના માતાપિતા બેંગલુરુથી મુંબઈ રણવીરના માતાપિતાને મળવા આવ્યા હતા. બંનેના પરિવારોની મુલાકાત ઘરમાં જ થઈ હતી. અને ત્યાં લગ્નની તારીખ વિશે થઈ હતી.

આ પણ વાંચો

લગ્ન બાદ દંપતીએ બનાવ્યું એવું શરીર કે જોનારાઓ ચોંકી ગયા… : જુઓ વધુ

તમને કદાચ ગમશે

Loading...