અમિતાભ-આમીર જ નહીં શાહરૂખ-ઐશ્વર્યાએ પણ ઈશાના લગ્નમાં પીરસ્યું ભોજન જુવો ફોટો

31
Loading...

Isha ambani :‘છોકરીવાળા’ બન્યા બોલિવુડ સ્ટાર્સ

હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા છે જેમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાન ઈશા-આનંદ પીરામલના લગ્નમાં મહેમાનોને ભોજન પીરસતા દેખાય છે.

આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે તસવીરો પણ સામે આવી છે જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, આરાધ્યા, અભિષેક અને શાહરૂખ મહેમાનોને ભોજન પીરસતા જોવા મળે છે.

શાહરૂખે કરી મહેમાનગતિ

Isha ambani

તસવીરોમાં શાહરૂખ મહેમાનોને ખાવાનું પીરસતી વખતે તેમની સાથે વાત કરતો જોવા મળે છે.

શાહરૂખ ખાન આ તસવીરમાં ‘છોકરીવાળા’ની પર્ફેક્ટ ભૂમિકામાં દેખાય છે. શાહરૂખની મહેમાનગતિ બોલિવુડમાં વખણાય છે.

મા-દીકરીની જોડી પણ મહેમાનોની સેવામાં

Asha ambani

સબ્યસાચીની ડિઝાઈનર સાડીમાં ઐશ્વર્યા રાય પણ મહેમાનોને મીઠાઈ આપતી જોવા મળી. ઐશ્વર્યા સાથે આરાધ્યા પણ પીરસતી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ તસવીર પણ વાયરલ થઈ છે.

અભિષેકે પીરસ્યું ભોજન

આ બંને સિવાય ઈશાના લગ્નમાં અભિષેક બચ્ચન પણ મહેમાનોને ભોજન પીરસતો દેખાયો.

આ તસવીરો પરથી તો લાગે છે કે સમગ્ર બોલિવુડ ઈશાના લગ્નમાં ‘છોકરીવાળા’ની ભૂમિકામાં હતા. જણાવી દઈએ કે ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે અંબાણી પરિવારના ઘર એન્ટીલામાં થયા.

ઉદયપુરમાં ધમાકેદાર પ્રી-વેડિંગ ફંકશન

લગ્ન પહેલા ઉદયપુરમાં પ્રી-વેડિંગ ફંક્શન થયા. જેમાં હોલિવુડથી લઈને બોલિવુડ, સ્પોર્ટ્સ અને દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ સામેલ થઈ.

સિંગર બિયોન્સે પણ ઈશા-આનંદના સંગીતમાં પર્ફોમ કરવા માટે ઉદયપુર આવી હતી. શુક્રવારે ઈશા-આનંદનું રિસેપ્શન રાખવામાં આવ્યું તેમા પણ લગભગ બોલિવુડના દરેક સિતારા સામેલ હતા.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...