મૂવી રિવ્યુઃ KGF

50
Loading...

અમારી રેટિંગ  : 3.5/5

કલાકાર :  યશ, શ્રીનિધિ શેટ્ટી, અચ્યુત કુમાર, માલવિકા અવિનાશ, અનંત નાગ, શ્રીનિવાસ મૂર્તિ

નિર્દેશક : પ્રશાંત નીલ

સ્ટોરીઃ

રોકી એક મહત્વકાંક્ષી યુવાન છે. તે મરતી વખતે દુનિયાનો સૌથી પૈસાદાર અને પાવરફૂલ વ્યક્તિ બનવા માંગે છે.

મુંબઈની સડક પરથી KGF સુધી, તે પોતાના પૈસાદાર બનવાના મિશનમાં આગેકૂચ ચાલુ રાખે છે. આ વાર્તા એક પત્રકારના માધ્યમથી કહેવામાં આવી છે જે રોકીના 1980ના દાયકાના જીવન વિષે દર્શકોને જણાવે છે.

સૌથી ચર્ચિત કન્નડ ફિલ્મઃ

પ્રશાંત નીલની KGFમાં સાઉથનો સુપરસ્ટાર યશ લીડ રોલમાં છે અને તે આખા દેશમાં સૌથી વધુ ચર્ચાયેલી કન્નડ ફિલ્મ છે.

આ ફિલ્મ પાસે દર્શકોને ઘણી મોટી અપેક્ષા છે. શું ટીમ આ અપેક્ષાઓ પર ખરી ઉતરી છે? જી હા. ફર્સ્ટ હાફમાં તો ફિલ્મ ગજબ ઝડપે આગળ વધે છે.

સેકન્ડ હાફમાં પ્લોટ અને ક્લાઈમેક્સ એવી રીતે આકાર લે છે કે તે ફિલ્મના પાર્ટ ટુ માટે યોગ્ય માહોલ ઊભો કરી શકે છે.

દમદાર સ્ક્રીન પ્લેઃ

ફિલ્મનો સ્ક્રીન પ્લે ખૂબ જ રસપ્રદ છે. સ્ટોરી વર્તમાન અને ભૂતકાળમાં આવ-જા કરે છે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે. રોકીનું પાત્ર ગજબ રીતે વિકસે છે.

ફિલ્મના ડાયલોગ્સ એવા લખાયા છે કે થિયેટરમાં તાળીઓ અને સીટીઓ પડે. લોકોને પસંદ પડે તેવી ફિલ્મ બનાવવામાં પણ સર્જકો સ્ટોરી ટેલિંગમાં ક્યાંય ચૂક્યા નથી.

ફિલ્મની ઝડપ પણ સારી છે. ફિલ્મ 1951થી 2018 વચ્ચે આકાર લે છે. દરેક પાત્ર દર્શકોને જિજ્ઞાસા ઊભુ કરે તેવુ છે.

સુપર્બ સિનેમેટોગ્રાફીઃ

ફિલ્મની સિનેમેટોગ્રાફી આર્ટ ડિરેક્શનમાં ચાર ચાંદ લગાવી દે તેવી સુપર્બ છે. બધુ જ ખૂબ સુંદર લાગે છે.

KGFની અંધારી દુનિયા હોય કે પછી બેંગલોરની ચકાચૌંધ કરી દેનારી નાઈટલાઈફ, બધુ જ કેમેરામાં સુંદર રીતે કંડારાયુ છે. રોકીના પાત્રમાં યશ પોતાનો જીવ રેડી દે છે અને તેની જબરદસ્ત સ્ક્રીન પ્રેઝન્સ દર્શકોની દાદ માંગી લે તેવી છે.

નાના-નાના પાત્રો પણ રોકીના કેરેક્ટરને નિખારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કેવું છે ફર્સ્ટ ચેપ્ટર?

ફિલ્મ બે ભાગમાં બની છે. પહેલા ભાગમાં રોકીને બંડખોર યુવાન તરીકે દર્શાવાયો છે જે મિશન પૂરુ ન થાય ત્યાં સુધી અટકવા માંગતો નથી.

ફિલ્મનું ફર્સ્ટ ચેપ્ટર પત્યા બાદ તમને ફિલ્મ આગળ જોવાની ઈંતજારી થશે. સાઉથની એક્શન ફિલ્મના શોખીન હોવ તો ફિલ્મ થિયેટરમાં જોવાની મજા પડી જશે. અમારા તરફથી ફિલ્મને 3.5 સ્ટાર્સ.



રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો



તમને કદાચ ગમશે

Loading...