LOVEYATRI મુવી રીવ્યૂ: વારીના હુસૈન, આયુશ શર્માનો ડેબ્યુટ : પૈસા વસુલ છે કે નહિ ? જાણો

LOVEYATRI

અમારી રેટિંગ : ૧.૫/૫

કલાકાર : આયુષ શર્મા, વારીના હુસૈન, સલમાન ખાન, રોનીત રોય, અરબાઝ ખાન
ડિરેક્ટર : અભિરાજ મીનાવાલા
મૂવી ટાઈપ : ડ્રામા, રોમાન્સ
ટાઇમ : 1 કલાક 52 મિનિટ

‘પ્રેમ ની હંમેશા જીત થાય છે’.  આયુષ શર્મા અને વારીના હુસૈનની LOVEYATRI માં ગરબા આ ભૂમિકા ભજવે છે. આગલી વખતે તમે વિઝા ઇન્ટરવ્યુ માટે જાઓ અથવા તમને જીવનમાં કોઈ તકલીફ હોય તો ગરબા રમજો અને તમારી બધી સમસ્યા એક સેકન્ડ માં છુમંતર થઇ જશે. આ ફિલ્મ દ્વારા એ જાણવા મળે છે.
સુશ્રુત એટલે કે સુસુ (આયુષ શર્મા) બેરોજગાર ગુજરાતી છોકરો છે, જે અભ્યાસ નહિ પણ પોતાની ગરબા એકેડમી ખોલવા માટેના સપના જોવે છે.શુ વાત છે! બીજી બાજુ, મિશેલ એટલે કે મનીષા (વારિના હુસૈન) લંડનની શ્રેષ્ઠ NRI છોકરી છે, જે સુંદર સાથે સ્માર્ટ પણ છે. અથવા તો એક બીજા થી સાવ અલગ જ કહો તો પણ વાંધો નહિ. પહેલી નજર માં પ્રેમ થઇ જાય છે. તે પણ બોલિવૂડ ની ટિપિકલ સ્લૉ મોશન સ્ટાઇલ માં…
દરમિયાન, સુસુના અંકલ રસિક (રામ કપૂર) એક બોલીવુડ ફોર્મ્યુલા લાવે છે, જેનાથી તે નવરાત્રી ના નવ દિવસ માં છોકરી નું દિલ જીતવાનો દાવો કરે છે. જલદી તમને લાગે કે આ લવબર્ડ્સના સારો સમય આવાનો છે, ત્યારે જ મિશેલના પિતા (રોનીત રોય) બંને વચ્ચે ગેરસમજ ઊભી કરી દેશે. મિશેલ લંડન પરત જશે અને સુસુનું હૃદય તૂટી જશે. શુ ગરબા બોય એને ફરી થી માનવી શકશે? બાકીની વાર્તા આની આસપાસ ફરે છે.
LOVEYATRI માં કોઈ નવી વસ્તુ નથી. શ્રીમંત છોકરી-ગરીબ છોકરો, પિતાનું કાવતરું અને પછી હૃદયપરિવર્તન. તમે આ બધું પહેલાં જોયું છે. નરેન ભટ્ટની લખાણોમાં ગ્લો જોવા નથી જે પ્રેક્ષકોને પકડી રાખે. ડાયલોગ પણ કોઈ ખાસ અસર છોડતા નથી. અભિરાજ મીનાવાલા સપાટ ડિરેકશન એન્ડ ઘસેલું – પીટેલું પ્લોટીંગ LOVEYATRI ને બોરિંગ બનાવે છે.
ફક્ત એક જ સ્થાને LOVEYATRIને સંપૂર્ણ નંબર મળે છે સારા મ્યુઝિક ના લીધે. છોગાળા અને ઢોલીડા જેવા ગીતો ખૂબ જ શાનદાર છે. આયુષ શર્મા અને વારીના હુસૈનની LOVEYATRI માં લય નો અભાવ છે. નિર્દેશન ઘણું જ નબળું છે અને મૂવી એક પરફેક્ટ લવસ્ટોરી તરીકે ખોટી પડે છે. અમારી તરફ થી, આ ફિલ્મ ને ફક્ત ૧.૫ સ્ટાર

 

આ પણ જાણો : નવરાત્રીમાં 9 દિવસ ભૂલથી પણ ના કરશો આ કામ : જાણો વિગતવાર

 

તમને કદાચ ગમશે