મૂવી રિવ્યૂ: હેલિકોપ્ટર ઈલા

103
Loading...

અમારી રેટિંગ  : 3 .5/ 5

કલાકાર કાજોલ, નેહા ધૂપિયા, રિધ્ધિ સેન

નિર્દેશક પ્રદીપ સરકાર

મૂવી ટાઇપ :  ડ્રામા, કોમેડી, ફેમિલી

  • કાજોલની હોમ પ્રોડક્શન ફિલ્મ

કેટલાક સમય પહેલા કાજોલ અને શાહરૂખની સુપરહિટ જોડી ફિલ્મ ‘દિલવાલે’માં જોવા મળી હતી. પણ તે ફિલ્મ બોક્સઓફિસ પર કાંઈ ખાસ કમાલ દેખાડી શકી નહોતી. આ ફિલ્મ બાદ કાજોલે ફરી એક વખત લાંબો બ્રેક લીધો અને પોતાના હોમ પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં સાબિત કરી દેખાડ્યું છે કે એક્ટિંગના સંદર્ભે કાજોલનો કોઈ જવાબ નથી. અમે તમને આ ફિલ્મ જોવા માટે એટલે કહી રહ્યા છીએ કારણકે આ ફિલ્મમાં કાજોલ તેની શાનદાર એક્ટિંગના દમ પર તમારું દિલ જીતી લેશે. પણ, આ પ્રોજેક્ટ પર ફિલ્મના ડિરેક્ટર અને રાઈટિંગ ટીમે પણ થોડી મહેનત કરી હોત તો ફિલ્મની ધીમી અને નબળી વાર્તામાં થોડી ઝડપ જોઇ શક્યા હોત. હેલિકોપ્ટર ઈલાને એક એવી ફિલ્મની કેટેગરીમાં રાખી શકાય કે જેમાં માતા-પિતા વચ્ચે ઈમોશનલ સંબંધની સાથે-સાથે સિંગલ માતાની મુશ્કેલી અને તેનું દુખ પણ વહેંચે છે.

  • ગુજરાતી નાટક પર આધારિત

પોતાના પુત્રના સારા ઉછેર માટે અને તેને પૂરતો સમય આપવા માટે માતાએ તેનું સફળ કરિયર છોડી દીધું, પણ ડિરેક્ટર પ્રદીપ સરકાર એક સિંગલ માતાના સંઘર્ષ અને તેના સપનાંઓને સંપૂર્ણ ઈમાનદારીની સાથે પડદા પર રજૂ કરવામાં સફળ થતા નથી. લગભગ બે કલાકની ફિલ્મની સાથે દર્શક યોગ્ય રીતે જોડાઈ શકતા નથી કારણકે ફિલ્મનું લેખન અને ડિરેક્શન નબળું છે. પ્રદીપ સરકારના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ આનંદ ગાંધીના ગુજરાતી નાટક બેટા કાગડો પર આધારિત છે. ફિલ્મમાં કાજોલ પ્રથમ સીનથી લઈને અંત સુધી અદભુત એક્ટિંગ કરે છે પણ ફિલ્મની વાર્તા નબળી હોવાને કારણે મજા બગડી જાય છે. જ્યારે ફિલ્મમાં કાજોલના પુત્રનો રોલ ભજવનાર રિધ્ધિ સેને પણ ઉત્તમ અભિનય કર્યો છે.

  • શું છે સ્ટોરી

સિંગલ માતા ઈલા રાયતુરકર (કાજોલ) તેના પુત્ર વિવાન (રિધ્ધિ સેન)ના સારા ઉછેર માટે પોતાના સફળ સિંગર બનવાના સપનાંને એ સમયે છોડી દે છે કે જ્યારે તેનું સપનું સાકાર થવા જઈ રહ્યું હોય છે. તે વખતે ઈલા લગભગ સફળતાની પાસે જ પહોંચી ગઈ હોય છે પણ, તે ઈચ્છે છે કે કરિયર શરૂ કરતા પહેલા લગ્ન કરી લેવા જોઈએ અને તે તેના બોયફ્રેન્ડ અરુણની સાથે લગ્ન કરી લે છે અને તેનું સિંગર બનવાનું સપનું સાકાર કરવા માટેના પ્રયાસમાં લાગી જાય છે. પણ, એક દિવસ અરુણ અચાનક જ ગાયબ થઈ જાય છે અને ઈલા હવે સિંગર બનવાના સપનાંને ત્યાગ કરીને પુત્ર વિવાનના સારા ઉછેર અને તેની પાછળ સમય આપવા માટે પોતાની જાતને વિવાન અને ઘરની વચ્ચે વ્યસ્ત કરી લે છે. પણ, વિવાનને એ પસંદ નથી કે દરેક સમયે તેની માતા તેનો પડછાયો બનીને તેની સાથે રહે અને વાર્તામાં વળાંક ત્યારે આવે છે કે જ્યારે વિવાનની માતા ઈલા આગળ ભણવાનું નક્કી કરે છે અને વિવાનની કોલેજમાં એડમિશન લે છે અને અહીં માતા-પુત્ર સામસામે એક જ ક્લાસમાં આવી જાય છે.કાજોલે આ ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં અદભુત અભિનય કર્યો છે, સાથે જ તેના પુત્રના પાત્રમાં રિધ્ધિ સેને પણ અદભુત અભિનય કર્યો છે. બાકી અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે.

  • ડિરેક્શન અને સ્ક્રિપ્ટ

ડિરેક્ટર પ્રદીપ સરકારે ફિલ્મની શરૂઆત તો સારી કરી છે પણ તેની 15-20 મિનિટ બાદ ફિલ્મમાં કંટાળો આવવા લાગે છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ ઈલાની આસપાસ ફરે છે અને ઈન્ટરવલ બાદ ફિલ્મની વાર્તાને એવી રીતે ખેંચવામાં આવી છે કે દર્શકો કંટાળવા લાગે છે જ્યારે કાજોલ તેની સુંદર એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરે છે અને હસાવે છે અને સાથે રડાવે પણ છે. ડિરેક્ટર પ્રદીપ સરકારે એક નબળી સ્ક્રિપ્ટ આધારિત નબળી ફિલ્મ બનાવી છે કે જે કદાચ જ લોકોને પસંદ આવશે. ફિલ્મનું ગીત અલમારી સારું છે અને અમિત ત્રિવેદીએ તાલબધ્ધ કરેલા અન્ય ગીતો પણ સારા છે.

  • શા માટે જોવી જોઈએ આ ફિલ્મ

કાજોલે આ ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં અદભુત અભિનય કર્યો છે, સાથે જ તેના પુત્રના પાત્રમાં રિધ્ધિ સેને પણ અદભુત અભિનય કર્યો છે. બાકી અન્ય કલાકારોએ પણ સારું કામ કર્યું છે. જો તમે કાજોલના ફેન છો તો માત્ર અને માત્ર કાજોલના શ્રેષ્ઠ અભિનય માટે આ ફિલ્મ જોઈ શકાય.

 

આ પણ વાંચો : મૂવી રિવ્યૂઃ તુંબાડ

તમને કદાચ ગમશે

Loading...