મુવી રિવ્યૂ : વાય ચીટ ઈન્ડિયા,જાણો કેટલા સ્ટાર

54
Loading...

અમારી રેટિંગ  : 3/5

કલાકાર :  ઈમરાન હાશ્મી, શ્રેયા ધનંવતરી

નિર્દેશક : સૌમિક સેન

સ્ટોરીઃ ડ્રામા

એજ્યુકેશન સિસ્ટમમાં ચાલતા માફિયારાજની વાત

બોલિવૂડમાં એજ્યુકેશન સિસ્ટમ પર સવાલ ઉઠાવતી ‘તારે ઝમીન પર’, ‘થ્રી ઈડિયટ્સ’, ‘આરક્ષણ’, ‘નિલ બટે સન્નાટા’, ‘ચૉક એન્ડ ડસ્ટર’, ‘હિન્દી મીડિયમ’ જેવી ઘણી ફિલ્મો બની છે

પણ આ પહેલીવાર છે જ્યારે શિક્ષણ તંત્રનને ચાટી જનારી ઉધઈ એટલે કે, ચીટિંગ માફિયાનો આ રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે

કે તમારી આંખો પહોળી થઈ જાય છે અને વિચારતા રહી જાઓ છો.

ફિલ્મની મજબૂતી જ કહી શકાય કે, સીરિયલ કિસરના નામથી જાણીતા ઈમરાન હાશ્મીએ આ

ફિલ્મ દ્વારા પોતાને અભિનેતાના રૂપમાં સીમિત ન રાખતા નિર્માતા બનવાનો નિર્ણય લીધો.

શું છે ફિલ્મની વાર્તા

આમ તો ફિલ્મની વાર્તા રાકેશ સિંહ ઉર્ફ રૉકી (ઈમરાન હાશ્મી) જેવા વ્યક્તિની છે, જે પોતાના પરિવાર અને સપનાઓના ભાર તળે દબાઈને ચીટિંગના એક એવા રસ્તા પર નીકળી પડે છે,

જેને તે માત્ર પોતાના નહીં બીજાના માટે પણ સાચો માને છે. રાકેશ એજ્યુકેશન સિસ્ટમની અંદર સુધી પગ પેસારી ચૂક્યો છે, શિક્ષણ વ્યવસ્થાની ખામીઓઓનો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

ગરીબ હોંશિયાર બાળકોની બુદ્ધિ અને યોગ્યતાનો તે ઉપયોગ કરે છે. તે ગરીબ યોગ્ય બાળકોને અમીર ઠોઠ બાળકો માટે એક્ઝામમાં બેસાડે છે અને અમીરો પાસેથી ખૂબ પૈસા વસૂલે છે.

ગરીબ બાળકોને પૈસા આપી રાકેશ અપરાધબોથી મુક્ત રહે છે. તેનો એક શિકાર સત્તૂ (સ્નિગ્ધાદીપ ચેટર્જી) બને છે અને તેની બહેન (શ્રેયા ધન્વંતરી) પણ તેના પ્રભાવમાં આવે છે.

ઈમરાન હાશ્મીની એક્ટિંગ

સ્ટોરીમાં રાકેશ સિંહનો શાલીન અને સભ્ય પરિવાર છે, તો બીજી તરફ ચીટિંગમાં તેનો સાથ આપનારી ચીટર ટીમ પણ.

કાબેલ સ્ટુડન્ટ્સના દમ પર મોટા માલ કમાવાની ધૂન તેને આ સ્કેમને વધુ મોટો કરવા માટે લલચાવે છે. હવે તેની સાથે વધુ મોટા લોકો જોડાઈ ગયા છે.

તે ગરીબ બાળકોને પૈસા અને ભોગવિલાસના આદતી બનાવી દે છે પણ પછી તેનો એક હુકમનો એક્કો અવળો પડી જાય છે અને તે કાયદાના ફેરમાં ફસાઈ જાય છે.

શું કાયદાની સાંકળો તેને શિક્ષણતંત્રને ખોખલું કરતા રોકી શકશે? આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ડિરેક્શન

લેખક-નિર્દેશક સૌમિક સેને વિષય પર પોતાની પકડ જમાવી રાખી, જે અંતર્ગત તે એજ્યુકેશન સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારનું દરેક આવરણ ખોલે છે.

તેમણે સિસ્ટમની અંદરની ખામીઓની સાથે બાળકો પણ ડૉક્ટર, એન્જિનિયર, MBA બનવાના દબાણનું રિયાલિસ્ટિક ચિત્રણ કર્યું છે.

તે એ બતવવાનું ચૂકતા નથી કે,

એજ્યુકેશન લૉનના ભાર નીચે દબાયેલો બાપ પોતાના બાળકને ઈન્વેસ્ટમેન્ટ સ્વરૂપે નહીં જુઓ તો તે જીવતેજીવ મરી જશે.

તેમ છતા સ્ક્રીનપ્લે ટાઈટ હોત તો વાર્તાને વધુ ધારદાર બનાવી શકાઈ હોત. ઈન્ટરવલ બાદ ફિલ્મની પકડ થોડી છૂટી જાય છે.

પ્રી ક્લાઈમેક્સ રસપ્રદ છે પણ ક્લાઈમેક્સને વધુ શૉકિંગ બનાવી શકાય છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...