મુંબઈ: ખૂબસુરત મૉડેલના હત્યારાએ કરી એક ચોંકાવનારી કબૂલાત : જાણો વધુ

58
Loading...

મુંબઈમાં મૉડેલ માનસી દીક્ષિતની હત્યા મામલે પોલીસે 19 વર્ષના એક વિદ્યાથી મુજમ્મિલ સઈદની ધરપકડ કરી છે. બંગૂર નગર પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ માનસીની હત્યા પાછળનું જે કારણ જણાવ્યું છે તે ઘણું જ ચોંકાવનારું છે. પોલીસે આરોપી મુજમ્મિલ સઈદને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

પોલીસને માનસીની લાશ મલાડના માઈન્ડસ્પેસ પાસે દરિયા કિનારે ઝાડી-ઝાંખરામાંથી મળી હતી. માનસી રવિવારે રાજસ્થાનથી પાછી આવી હતી. આરોપી સઈદ પણ થોડા દિવસ પહેલા જ પોતાના વતનથી પાછો આવ્યો હતો.


હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, પોલીસના એક સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, 20 વર્ષની મૉડેલ માનસી દીક્ષિતને આરોપી મુજમ્મિલ સઈદે પોતાના ઘરે બોલાવી હતી, જ્યાં બંને વચ્ચે વિવાદ થયો અને આરોપીએ માનસીના માથા પર સ્ટૂલથી પ્રહાર કરી તેની હત્યા કરી દીધી. આરોપીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે, તેણે માનસી સામે સેક્સની ઓફર મૂકી હતી, પરંતુ તેણે ઈનકાર કરી લીધો, તે પછી તેણે તેની હત્યા કરી દીધી.

હત્યા બાદ સઈદે લાશને એક સૂટકેસમાં નાંખી અને સૂટકેસ મલાડના માઈન્ડસ્પેસ પાસે ફેંકી દીધી. આરોપી જે ટેક્સીમાં ગયો હતો, તેના ચાલકને કોઈ શંકા ગઈ તો તેણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને માનસીની લાશને કબજે કરી લીધી. તેના થોડા કલાોમાં જ 19 વર્ષીય સઈદની ધરપકડ કરી લીધી. આરોપી હૈદરાબાદનો રહેવાસી છે અને પોતાના સંબંધીની સાથે મુંબઈ આવ્યો હતો.

સઈદે પોલીસને જણાવ્યું કે, માનસી બેભાન થયા બાદ તે ઘણો ડરી ગયો હતો. તે પછી તેણે માનસીને ભાનમાં લાવવાનો ઘણો પ્રયાસ કર્યો અને તેના પર પાણી પણ છાંટ્યું. માનસી ભાનમાં આવવા લાગી હતી, પરંતુ સઈદ એ વાતથી ડરી ગયો હતો કે તેની મા ઘરમાં આવી શકે છે. તે પછી સઈદે દોરડાની મદદથી માનસીનું ગળું દબાવી દીધું. તેણે પોતાના ફોનથી ટેક્સી પણ બોલાવી, જેથી તે લાશને ઠેકાણે પાડી શકે.

સૂત્રએ જણાવ્યું કે, ‘આરોપી વારંવાર પોતાનું સ્ટેટમેન્ટ બદલી રહ્યો છે. પરંતુ તેની પૂછપરછ ચાલી રહી છે. અમારી પાસે વૈજ્ઞાનિક અને અન્ય પુરાવા પણ છે, જે સઈદને આરોપી સાબિત કરવા માટે પૂરતા છે. અમે બીજા પુરાવા પણ ભેગા કરી રહ્યા છીએ. તે ઉપરાંત અમારી પાસે ઘણા બધા સાક્ષીઓ પણ છે.

આ પણ વાંચો : બધાઈ હો મૂવી રીવ્યૂ: કૌશિક પરિવારને ‘બધાઈ હો’ કહેવાનું ભૂલશો નહીં, ચોક્કસપણે આખા પરિવાર સાથે જુઓ …

તમને કદાચ ગમશે

Loading...