મૂવી રિવ્યુઃ નમસ્તે ઈંગલેન્ડ

48
Loading...

અમારી રેટિંગ  : 2/5

કલાકાર :  અર્જુન કપૂર, પરિણીતી ચોપરા, શ્રેયા મહેતા

નિર્દેશક : વિપુલ અમૃતલાલ શાહ

મૂવી ટાઇપ :  રોમાન્સ, કોમેડી

પરમ (અર્જુન કપૂર) અને જસમીત (પરિણીતી ચોપરા) પ્રેમમાં પડે છે અને પરણી જાય છે. જો કે જસમીતની દબાયેલી ઈચ્છાઓ જાગૃત થતા તેમની રોમેન્ટિક રિલેશનશીપમાં ભૂકંપ આવી જાય છે. તે લંડન જઈને એક સારી કારકિર્દી બનાવીને સારી લાઈફ જીવવા માંગે છે. પરંતુ પરમને વિઝા નથી મળતા જેને કારણે તેમની લાઈફમાં ડ્રામા ઊભો થાય છે.

પ્રેમમાં માણસ પાગલપનની બધી જ હદ વટાવી જાય છે. પરંતુ પ્રેમમાં માણસ ગેરકાયદેસર રીતે બીજા દેશમાં ઘૂસણખોરી કરે તે વધારે પડતું છે. નમસ્તે ઈંગલેન્ડ એક એવા કપલની સ્ટોરી છે જે પ્રેમ માટે આવો વિચિત્ર રસ્તો પકડે છે. તેઓ પંજાબ છોડી લંડનમાં સેટલ થવા માંગે છે. એનું એક માત્ર કારણ એ જ છે કે જસમીતને પંજાબમાં તેની કરિયર બનાવવાની છૂટ નથી અપાતી. આમ તો આ કપલ આધુનિક માનસિકતા ધરાવતુ લાગે છે પણ તે જીવનમાં કેટલાંક એવા વિચિત્ર નિર્ણય લે છે જે ગળે ઉતારવા આપણા માટે મુશ્કેલ થઈ જાય છે. આ કારણે તેમની રિલેશનશિપ પણ તૂટવાની અણીએ આવી જાય છે. આ સ્ટોરીમાં એક મેસેજ છૂપાયેલો છે પરંતુ ફિલ્મ સારી લખાઈ નથી અને ડિરેક્શન પણ નબળુ છે જેને કારણે ફિલ્મ જોવાની મજા નથી આવતી.

નમસ્તે ઈંગલેન્ડ એક સામાન્ય લવસ્ટોરીની જેમ જ શરૂ થાય છે જેમાં છોકરો છોકરીને મળે છે, તેઓ તરત જ પ્રેમમાં પડે છે અને પરણી જાય છે. પરંતુ પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે જસમીત જ્વેલરી ડિઝાઈનર બનવા માંગે છે અને પરમ તેને ઈચ્છીને પણ મદદ નથી કરી શકતો. તેના પિતાને જસમીતના દાદાએ વચન આપ્યું હોય છે કે જસમીત લગ્ન પછી કામ નહિ કરી શકે. ફિલ્મનો સ્ક્રીનપ્લે એટલો નબળો છે કે ફિલ્મ પૂરી થતા સુધીમાં તો દર્શકોની ધીરજ ખૂટી પડે છે. ઈન્ટરવલમાં અનપેક્ષિત ટ્વીસ્ટ આવે છે પરંતુ સેકન્ડ હાફ મેલોડ્રામા અને ઠીકઠાક કોમેડીને કારણે તણાય છે. પરમને કેમ વિઝા નથી મળતો તેનું કારણ પણ ગળે ઉતરે તેવુ નથી. સૌથી નબળુ પાસુ તો ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે જે તમને 90ના દાયકાની બકવાસ કોમેડી ફિલ્મોની યાદ અપાવશે.

નમસ્તે ઈંગલેન્ડ અમુક ખૂબ સુંદર લોકેશન પર શૂટ થઈ છે. ઈન્ડિયા અને યુરોપ બંને ફિલ્મમાં સુંદર રીતે કંડારાયા છે. પણ ફિલ્મ પ્રેડિક્ટેબલ છે અને તેનું લખાણ ઘણું નબળુ છે. અર્જુન કપૂર અને પરિણીતી વચ્ચે ઈશકઝાદેમાં જે જોરદાર કેમિસ્ટ્રી જોવા મળી હતી તે પણ આ ફિલ્મમાં ખૂટે છે. ફિલ્મના પાત્રો પણ મજબૂત નથી અને કલાકારોના સારા પરફોર્મન્સ પણ નબળી સ્ટોરીને કારણે વેડફાઈ ગયા છે. પરિણીતીએ પોતાનું પાત્ર સાકાર કરવા મહેનત કરી છે પણ જોવામાં મજા નથી આવતી. અલંક્રિતા સહાય સ્ક્રીન પર દેખાય છે સુંદર પણ તેના ભાગે કંઈ ખાસ કરવાનું આવ્યું નથી.

ફિલ્મનું મ્યુઝિક ભરે બઝાર, તૂ મેરી, પ્રોપર પટોલા આખી ફિલ્મ કરતા વધારે મનોરંજક છે. આ ફિલ્મમાં ઘણું બધુ કરી શકાયુ હોત પણ ફિલ્મ સાવ નબળી બની છે. અમારા તરફથી ફિલ્મને 2 સ્ટાર.

આ પણ વાંચો : બધાઈ હો મૂવી રીવ્યૂ: કૌશિક પરિવારને ‘બધાઈ હો’ કહેવાનું ભૂલશો નહીં, ચોક્કસપણે આખા પરિવાર સાથે જુઓ …

તમને કદાચ ગમશે

Loading...