દર્શકોને પસંદ આવ્યું ગુજરાતી ફિલ્મ ‘ઢ’નું ટ્રેલર, એક દિવસમાં દસ લાખ વ્યૂઝ : જુવો ટ્રેલર.

81
Loading...

પ્રયોગશીલ ફિલ્મ ‘ઢ’

તાજેતરમાં જ રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘શું થયું’એ ત્રણ દિવસમાં જ પાંચ કરોડ કરતાં વધુની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકબાજુ બીબાઢાળ ફિલ્મ્સ પણ બની રહી છે તો બીજી બાજુ નવા-નવા પ્રયોગો સાથેની ફિલ્મ પણ દર્શકોને જોવા મળે છે. એવી જ એક પ્રયોગશીલ ફિલ્મ ‘ઢ’નું ટ્રેલર રીલિઝ થયું છે. જે દર્શકોને પસંદ આવી રહ્યું છે.

દર્શકોને પસંદ આવ્યું ટ્રેલર

વાયકોમ 18ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થતાં જ દર્શકોએ ખોબલે ને ખોબલે વધાવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરને એક જ દિવસમાં દસ લાખ કરતાં પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યાં છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રીલિઝ થવાની છે. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ પણ જોવા મળશે. જે એક જાદૂગરના રોલમાં છે.

શું છે ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી એવા ત્રણ બાળકોની છે. જે સ્કૂલ તો જાય છે પરંતુ પરીક્ષા અને અભ્યાસથી હંમેશા ડરતાં રહે છે. પરીક્ષામાં સારા માર્ક્સ ન આવવાના કારણે તેમને વાલીઓના રોષનો ભોગ બનવું પડે છે. આ દરમિયાન તેમના જીવનમાં એક જાદુગર આવે છે. આ પછીથી ચાલું થાય છે તેમની જિંદગીની અદભૂત સફર. જેમાં અનેક સામાજીક મુદ્દા પણ જોવા મળશે.

બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

નોંધનીય છે કે 65માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં ‘ઢ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળી ચૂક્યો છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં પ્રાદેશિક ફિલ્મોની શ્રેણીમાં ગુજરાતી ફિલ્મ ‘ઢ’ને એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મને મૂળ હરિયાણાના પણ અમદાવાદને કર્મભૂમી બનાવી રહેતા મનીષ સૈનીએ ડિરેક્ટ કરી છે. મનીષ સૈની એનઆઈડીના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યાં છે.

જુઓ ફિલ્મનું ટ્રેલર

આ પણ વાંચો : નવરાત્રિ સેલિબ્રેશનમાં સ્ટાર કિડ્ઝનો પડ્યો વટ, તૈમૂર-ઈનાયાએ આમ કરી મસ્તી : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...