પ્રભાસના બર્થ ડે પર જુઓ ‘સાહો’ની પહેલી ઝલક : જાણો વધુ

126
Loading...

‘શેડ્સ ઓફ સાહો’

સાઉથ ઈન્ડિયન ફિલ્મોના દિગ્ગજ અભિનેતા પ્રભાસનો આજે જન્મદિવસ છે. સોશિયલ મીડિયા પર પ્રભાસના ફેન્સ શુભકામનાઓ વરસાદ કરી રહ્યા છે ત્યારે પ્રભાસના બર્થ ડેને ખાસ બનાવવા માટે ફિલ્મ સાહોના મેકર્સે ફિલ્મની પહેલી ઝલક (Shades of Saho) રજૂ કરી છે. ‘સાહો’ પ્રભાસની અપકમિંગ ફિલ્મ છે.

જોરદાર એક્શન સીકવન્સ

1 મિનિટ 23 સેકન્ડ વીડિયોમાં દમદાર એક્શન સીન્સ જોવા મળ્યા. એક્શન સીન્સમાં પ્રભાસ કાર અને ટ્રકના ફુરચા ઉડાવી દે છે. માત્ર પ્રભાસ જ નહીં ફિલ્મની લીડ હિરોઈન શ્રદ્ધા કપૂરનું પણ એક્શન જોવા મળ્યું. ‘સાહો’ની એક્શન સીકવન્સ હોલિવુડના સ્ટંટ ડાયરેક્ટર કેની બેટ્સની દેખરેખમાં શૂટ કરવામાં આવી. કેની ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ જેવી હોલિવુડ ફિલ્મના એક્શન ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

એકશન સીન્સ પાછળ 90 કરોડનો ખર્ચ


ફિલ્મના હાઈવોલ્ટેજ એક્શન સીન્સ માટે નિર્માતાઓએ લગભગ 90 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મમાં ‘બાહુબલી’થી પણ વધારે જોરદાર એક્શન સીન્સ હશે. અમારા સહયોગી મુંબઈ મીરરના રિપોર્ટ મુજબ અબુધાબીમાં ‘સાહો’ના કેટલાક સીન શૂટ કરવામાં આવ્યા છે. આ એક્શન સીકવન્સમાં કાર, બાઈક અને હેલિકોપ્ટર દ્વારા ખતરનાક સ્ટંટ સીન્સ કરવામાં આવ્યા છે.

બોલિવુડની સૌથી લાંબી ચેઝિંગ સીકવન્સ

ફિલ્મનું ત્રીજું શૂટિંગ શિડ્યુલ પ્રભાસ અને શ્રદ્ધા સાથે હૈદરાબાદમાં ચાલી રહ્યું છે. આ બાદ ફિલ્મનું લાસ્ટ શિડ્યુલનું શૂટિંગ રોમાનિયામાં થશે. રોમાનિયામાં પ્રભાસ ‘બાહુબલી’ની જેમ મહલોની આસપાસ સ્ટંટ કરતો જોવા મળસે. આ સિવાય ‘સાહો’માં એક ચેઝિંગ સિકવન્સ પણ છે. આ સીનમાં પ્રભાસ કોઈનો પીછો કરતો જોવા મળશે. અહેવાલો પ્રમાણે આ ચેઝિંગ સિકવન્સ 20 મિનિટની હશે. બોલિવુડની અત્યાર સુધીની આ સૌથી લાંબી ચેઝિંગ સીકવન્સ છે.

આ પણ વાંચો : પોતાની આ હરકતો ના કારણે બોલિવૂડ થી ગાયબ થઈ ગઈ આ 5 એક્ટ્રેસીસ, જુઓ લિસ્ટ

તમને કદાચ ગમશે

Loading...