બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ : જાણો વધુ

બોલિવૂડ સ્ટાર Shahid kapoor ની આગામી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં યામી ગૌતમ તથા શ્રદ્ધા કપૂર છે. સ્ક્રિનિંગ દરમિયાન ફિલ્મની સ્ટાર-કાસ્ટ સામેલ હતી. જોકે, તમામની નજર શાહિદની પત્ની મીરા રાજપૂત પર હતી. પુત્ર ઝૈનને જન્મ આપ્યના માત્ર 15 દિવસમાં જ મીરા રાજપૂત ફિલ્મ સ્ક્રિનિંગમાં જોવા મળી હતી.

 

shahid kapoor

બ્લેક આઉટફિટઃ
શાહિદ તથા મીરા બ્લેક લુકમાં પર્ફેક્ટ કપલ લાગતા હતાં. સ્ક્રિનિંગ દરમિયાન શાહિદ પત્ની મીરાનું ખાસ ધ્યાન રાખતો જોવા મળ્યો હતો. બંનેએ ઘણી જ સહજતાથી પોઝ આપ્યાં હતાં.

પાંચ સપ્ટેમ્બરે આપ્યો દીકરાને જન્મઃ
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર બીજીવાર પિતા બન્યો છે અને તેના ઘરે પુત્રનો જન્મ થયો છે. બુધવાર(પાંચ સપ્ટેમ્બર)ના રોજ મીરાએ હિન્દુજા હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. સાત સપ્ટેમ્બરના રોજ મીરા રાજપૂતને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક્ટર શાહિદ કપૂરે ટ્વિટ કરી જણાવ્યું હતું, ”દીકરાનું નામ ‘ઝૈન કપૂર’ રાખ્યું છે. તેણે ટ્વિટ કરી હતી કે,”ઝૈન કપૂર અમારા જીવનમાં આવી ગયો છે અને હવે અમારો પરિવાર સંપૂર્ણ થઈ ગયો છે. હું સૌનો આભાર માનું છું જેમણે આટલી શુભકામનાઓ પાઠવી છે. અમારા પરિવાર તરફથી તમારા સૌનો આભાર.”

shahid kapoor

13 વર્ષ નાની છે મીરાઃ
દિલ્હીની રહેવાસી મીરાએ શાહિદ સાથે જુલાઈમાં લગ્ન કર્યાં હતાં. બંનેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે. લગ્ન સમયે શાહિદ 34નો તો મીરા માત્ર 21ની હતી. મીરા-શાહિદને દીકરી મિશા કપૂર છે.

બ્લેક ડ્રેસમાં સેક્સી જોવા મળી નેહા મલિક : જુઓ ફોટોસ

તમને કદાચ ગમશે