ટ્વીટર પર વાયરલ થયો ઝીરોનો રિવ્યુ, જાણો વધુ

114
Loading...

shahrukh મહત્વકાંક્ષી ફિલ્મઃ

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો આ વર્ષની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ છે. આવતીકાલે રીલીઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ એક બાઠિયા વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે.

શાહરૂખ ઉપરાંત ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ પણ છે. આ ફિલ્મને હિટ કરવામાં શાહરૂખ કોઈ કસર નથી છોડવા માંગતો.

નેગેટિવ રિવ્યુ વાયરલઃ

શાહરૂખ આ ફિલ્મને હિટ બનાવવાની કોશિશ કરી રહ્યો છે ત્યાં સોશિયલ મીડિયા પર ફિલ્મ બકવાસ હોવાના રિવ્યુ વાયરલ થયા છે.

આવામાં શાહરૂખી મહેનત પર પાણી ફરી વળતુ હોય તેવુ લાગી રહ્યું છે.

રસપ્રદ વાતઃ

ઝીરોની આતુરતાથી રાહ જોતા ચાહકોને આ રિવ્યુથી ઝટકો લાગ્યો છે અને બોલિવુડમાં પણ ભૂકંપ આવી ગયો છે.

ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને મિથુન ચક્રવર્તી સુધી બધાએ ઝીરોના રિવ્યુ આપ્યા હતા.

ફેક રિવ્યુઃ

તમને જાણીને હસુ આવશે કે અરવિંદ કેજરીવાલ, અક્ષય કુમાર, આમિર ખાન, હિલેરી ક્લિન્ટન, વ્લાદિમીર પુટિન, નરેન્દ્ર મોદી બધાએ ઝીરોનો રિવ્યુ આપ્યો હતો.

આ બધા જ ફેક એકાઉન્ટ છે. આ સેલેબ્સના ફેક એકાઉન્ટ પરથી રિવ્યુ ટ્વીટ કરવામાં આવ્યો છે.

PMએ પણ ટ્વીટ કર્યો રિવ્યુ?

અમુક રિવ્યુઝ ખબ જ મજેદાર છે. જેમ કે વડાપ્રધાન મોદીના એકાઉન્ટ પરથી ટ્વીટ થયું છે કે મિત્રોં- અત્યારે ઝીરો જોઈ.

આવા સિનેમાની દરેક ભારતીયે સરાહના કરવી જોઈએ. 5/5 સ્ટાર. હું આ ફિલ્મ અને શાહરૂખ ખાનને નેશનલ એવોર્ડ આપવાની ઘોષણા કરુ છું.

આ સેલેબ્સના પણ ફેક એકાઉન્ટઃ

અરવિંદ કેજરીવાલના એકાઉન્ટ પરથી ટ્વીટ કરાયુ છે કે “મેં અત્યાર સુધી જોયેલી સૌથી ખરાબ ફિલ્મોમાંની એક છે.

સેકન્ડ હાફમાં તો બધા સૂઈ ગયા. હું 5માંથી 1.5 સ્ટાર આપીશ.” ડોનાલ્ડ ટ્રમ્પ અને રાહુલ ગાંધીના ફેક એકાઉન્ટ પરથી થયેલા ટ્વીટ પણ જબરદસ્ત છે.

આમિર ખાન ટ્વીંકલ ખન્નાના એકાઉન્ટ પરથી પણ ફેક રિવ્યુ પોસ્ટ થયો હતો.

શાહરૂખે કરી સ્પષ્ટતાઃ

શાહરૂખના કેરેક્ટર બઉવા સિંહે આ ફેક રિવ્યુ અંગે ઑફિશિયલ એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યુ હતુ કે અમે અત્યાર સુધી કોઈને પિક્ચર બતાવ્યું જ નથી તો રિવ્યુઝ ક્યાંથી આવ્યા.

ફેક ટ્વીટ્સઃ

ફેક ટ્વીટ્સઃજો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...