ફિલ્મ રિવ્યૂ-સૂઈ ધાગા : જાણો જોવા જવાય કે નહિ

97
Loading...

sui dhaaga :

ફિલ્મ રિવ્યૂ sui dhaaga
રેટિંગ 4/5
સ્ટાર-કાસ્ટ વરૂણ ધવન, અનુષ્કા શર્મા, રાઘુવીર યાદવ, યામિની દાસ
ડિરેક્ટર શરત કટારિયા
પ્રોડ્યુસર યશરાજ બેનર
સંગીત અનુ મલિક
પ્રકાર કોમેડી ડ્રામા

 

ડિરેક્ટર શરત કટારિયાએ પહેલાં ‘દમ લગાકે હઈશા’ ફિલ્મ આપી હતી. જેમાં એક ઓવરવેઈટ યુવતી સાથે જબરજસ્તીથી યુવક લગ્ન કરે છે અને તેની લવસ્ટોરી બતાવવામાં આવી હતી. હવે, શરત કટારિયાએ દિલની પીગળાવી દેતી ‘sui dhaaga: મેડ ઈન ઈન્ડિયા’ નામની ફિલ્મ બનાવી છે.

sui dhaaga

ફિલ્મની વાર્તાઃ
‘sui dhaaga’ પરિવારના સંઘર્ષની વાત કરે છે. પુત્ર મૌજી(વરૂણ ધવન) શોરૂમમાં કામ કરતો હોય છે અને સ્વભાવે ઘણો જ સારો હોય છે. તેની પત્ની મમતા(અનુષ્કા શર્મા)ને એ વાત ક્યારેય સ્વીકાર હોતી નથી કે તેના પતિનું સતત અપમાન કરવામાં આવે. તે પતિને નોકરી છોડીને પોતાનો સિવણનો ધંધો શરૂ કરવાનું કહે છે. મૌજીના પિતા(રાજપાલ યાદવ), તેનો ભાઈ તથા આસ-પાસ રહેતા લોકો પણ તેને નોકરી ના છોડવાની સલાહ આપતા રહે છે. જોકે, મમતાની સતત સમજાવટ બાદ મૌજી નોકરી છોડી દે છે અને પોતાનો ધંધો શરૂ કરે છે.

 

ફિલ્મ રિવ્યૂઃ
ફિલ્મનો પહેલો ભાગ ઘણો જ સારો છે. તેમાં મૌજીના જીવનમાં આવતા દરેક પાત્રોને વિવિધ રીતે બતાવવામાં આવે છે. મૌજીના પિતા કચકચિયા છે તો તેમની માતા(યામિની દાસ) એકદમ પ્રેક્ટિકલ છે. જે પોતાના પુત્ર અને વહુના દરેક નિર્ણયમાં સપોર્ટ કરતી જોવા મળે છે. આ ફિલ્મનો હીરો છે મૌજી. જે ગમે તેવા સંજોગો સામે લડે છે. તે કોઈ પણ સ્વાર્થ વગર પિતાની ઈચ્છાઓને માનતો હતો. જોકે, અંતે તેને ખ્યાલ આવે છે કે તેની પત્ની મમતાનું એક મોટું સપનું છે. શરત કટારિયાએ મમતાનું પાત્ર ઘણી જ સારી રીતે ફિલ્મમાં રજૂ કર્યું છે. મમતા પોતાની જવાબદારીઓનું બલિદાન આપ્યા વગર પોતાની આસપાસ દ્રઢતાથી પોતાને જે કરવું છે, તે કરે છે. કટારિયાએ મૌજી-મમતાની લવ સ્ટોરીના દરેક સીનને ઘણી જ સુંદર રીતે રજૂ કર્યાં છે. ફિલ્મ શરૂઆતથી અંત સુધી દર્શકોને જોવી ગમે એમ છે અને તેઓ ઘરે આવીને પણ આ ફિલ્મને યાદ કરશે, તે નક્કી છે.

શરત કટારિયાએ આ ફિલ્મની વાર્તા ઘણી જ સારી રીતે લખી છે. ફિલ્મમાં જ્યારે તમે તમારા સપનાઓને પૂરા કરતાં હોવ છો ત્યારે સ્માર્ટ હોવા કરતાં પણ વધારે દયાળું હોવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બધી પરિસ્થિતિમાં લીડ કપલની લવસ્ટોરી પણ સમાંતર રીતે ચાલતી હોય છે.

sui dhaaga

sui dhaaga :

મૌજી તરીકે વરૂણ ધવને સુપર્બ એક્ટિંગ કરી છે. વરૂણ ધવને આ ફિલ્મ માટે ઘણી જ મહેનત કરી છે અને તે સ્ક્રિન પર દેખાઈ આવે છે. અનુષ્કા શર્માએ પણ પોતાનો રોલ સારી રીતે પ્લે કર્યો છે. જોકે, આ બધામાં જોઈ કોઈ દિલ જીતી જાય છે, તો એ છે મૌજીની કૂલ માતા યામિની દાસ. કટારિયાએ ફિલ્મમાં એ રીતે કલાકારો પંસદ કર્યા છે, જે મૌજીની દુનિયાને સુંદર બનાવે છે. ફિલ્મના કેટલાંક ટ્વિસ્ટ અને ક્લાઈમેક્સ સારો છે. જોકે, ઓવરઓલ ફિલ્મ ઘણી જ ઈમોશનલ છે અને તમને સતત જકડી રાખે છે.

આ ફિલ્મ અચૂક જોવી જોઈએ. કટારિયાએ આ બાબત દર્શાવી છે કે વાસ્તિવક દુનિયાની અંદર પણ ફિલ્મની સ્ટોરી સર્જી શકાય છે. તે માટે ગલગલીયા કરાવતી કે પછી સેન્સેશનલ ફિલ્મ બનાવવાની જરૂર નથી.

હૉટ ! ગોલ્ડ અભિનેત્રી MOUNI ROY નું આ ફોટોશૂટ માટે મનમોહક છે : જુઓ ફોટોસ

તમને કદાચ ગમશે

Loading...